ADVERTISEMENTs

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથુરણ ગામે આવી છે 300 વર્ષ જૂની ઐતિહાસિક વાવ

આ વાવ ગ્રામજનો ને પૂરું પાડે છે મીઠુ પીવાનું પાણી

પીવાનું પાણી ગ્રામજનો દ્વારા અહીંથી ભરવામાં આવે છે / Lopa Darbar

સુરત એક ઐતિહાસિક શહેર છે.જેનો ઇતિહાસ ઘણો જૂનો છે.શહેર સહિત જિલ્લા માં આજે પણ ઐતિહસિક વારસો સંગ્રહાયેલ છે.અને આવું જ કઈ સુરત જિલ્લા માં છે.સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથુરણ ગામે આવેલ 300 વર્ષ જૂની ઐતિહાસિક વાવ  આવેલી છે ,જે આજે પણ લોક માટે ઉપયોગી છે.ગ્રામજનો માટે ઐતિહાસિક વાવ આશીર્વાદ રૂપ સાબિત થઈ છે,આજે પણ આ વાવનું પાણી ખૂબ જ મીઠુ અને ઠંડુ છે 

ગુજરાતના પ્રાચીન મંદિરોમાં ભવ્ય વારસાના દર્શન થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં સામાયંતરે વાવો બંધાતી હતી. વાવોમાં પણ એક પ્રકારે કલાકારીનાં દર્શન થાય છે જેમાં આગવું સ્થાન પામે તેવા શિલ્પ અને સ્થાપત્યનો સમાવેશ થાય છે. વાવોનો પાણી સાચવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો અને તે પાણી પીવાં માટે, સ્નાન કરવામાં માટે અને ખેતી માટે ઉપયોગમાં લેવાતું હતું. આ વાવો બાંધવાનો હેતુ અને ઉપયોગ પાણીનાં સંગ્રહસ્થાન માટે જ થતો હતો. જે જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઇ શકાય. આ વાવો સફળ એટલાં માટે રહી કે એના પાણી પર સુર્યપ્રકાશ સીધો પડતો નથી એટલે કે એનું પાણી બાષ્પીભવન થઇ ઉડી નથી જતું .આમતો સુરત જિલ્લામાં અનેક ઐતિહાસિક ધરોહર ધાળવતા સ્થળો આવેલા છે ત્યારે એમાંનું જ ઐતિહાસિક ધરોહર ધરાવતું સ્થળ એટલે માંગરોળ નું હથુરણ ગામ.. હથુરણ ગામે ૩૦૦ વર્ષ જૂની ઐતિહાસિક વાવ આવેલી છે,ત્યારે આ પૌરાણિક વાવ આજે પણ ગ્રામજનો માટે ખૂબ ઉપયોગી છે,કહેવાય છે કે વર્ષો પહેલા વણઝારા લોકો દ્વારા આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું.વણઝારા લોકોએ હથુરણ ગામે વિસામો રાખ્યો હતો ત્યારે તેમની જરૂરિયાત માટે આ વાવ બનાવી હતી.આ વાવ બન્યા ને વર્ષો વીતી ગયાં ,પરંતુ વાવનું પાણી હજુ એનું એ જ છે.આજે પણ આખું ગામ આ જ વાવના પાણીનો ઉપયોગ કરે છે,ગ્રામજનો નિત્યક્રમ પીવા તેમજ ગૃહ વપરાશ માટે આ ઐતિહાસિક વાવના પાણીનો જ ઉપયોગ કરે છે.લગામમાં ઘરે ઘરે નળ છે,તમામ નળ માં પાણી પણ આવે છે, છતાં ગ્રામજનો અડધો કિલો મીટર સુધી ચાલીને વાવનું જ પાણી લેવાનું પસંદ કરે છે.

હથુરણ ગામે આવેલી ઐતિહાસિક વાવ / Lopa Darbar

હથુરણ ગામે આવેલી ઐતિહાસિક વાવની અનેક ખાસિયતો છે.આ ગામ માં રહેતા મનીષા બેન વાસવા એ કહ્યું કે આ વાવમાં કદી પાણી ખૂટતું જ નથી,માત્ર પાંચ દાદર ઉતરી અમે વાવ માંથી પાણી ભરીયે છે.આ વાવનું પાણી અન્ય પાણી કરતાં અલગ છે. આ વાવનું પાણી શીતળ અને મીઠું છે.આ વાવનું પાણી પીવાથી પેટના કોઈ રોગ નથી થતાં અને પાચન પણ ખૂબ ઝડપથી કરે છે.અમારા માટે વાવ ખૂબ જ મહત્વ ધરાવે છે એટલે જ અમે આ ઐતિહાસિક વાવની યોગ્ય જાણવણી માટે માંગ કરી રહ્યા છે. 

સુરત જિલ્લાના કોસંબા,કીમ અને કઠોદરા વિસ્તારમાં પણ વાવ હતી,જે વાવની યોગ્ય જાળવણી ન થતા તે વાવો નષ્ટ થઈ ગઈ છે,ત્યારે હાલ હથુરણ ગામની એક માત્ર વાવ જીવિત છે જેનો ગ્રામજનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ગ્રામજનો તંત્ર ને અપીલ કરી રહ્યા છે કે ૩૦૦ વર્ષ જૂની ઐતિહાસિક વાવની તંત્ર જાણવણી કરે  નહિતર આ વાવ પણ નષ્ટ થઈ જશે તેઓ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related