ADVERTISEMENTs

ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ સુરતમાં મોટી સંખ્યામાં જોવા મળ્યા

ગુજરાતનું રાજ્ય પક્ષી ગણાતું સૂરખાબનું એક મોટું ટોળું સુરત ડુમસ દરિયાકાંઠે જોવા મળ્યું, મૂળ આ સુરખાબ ગુજરાતના કચ્છ ના વાતની કહેવાય છે.

ડુમસના દરિયાકાંઠે જોવા મળ્યા સુરખાબ / Ritesh Patel

સુરત આમ તો ઘણી બધી વસ્તુઓ માટે પ્રખ્યાત છે.પણ હાલ માં સુરત ગુજરાત ના રાજ્ય પક્ષી સુરખાબ માટે જાણીતું બન્યું છે.સુરત માં મોટી સંખ્યા માં ફ્લેમિંગો જોવા મળ્યા હતા.જેના કારણે એક સુંદર રમણીય દ્રશ્ય સર્જાયું હતું. ફ્લેમિંગો એટલે સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. જે મોટાભાગે ખંભાત અને કચ્છ વિસ્તારમાં જોવા મળતા હોય છે પરંતુ ફ્લેમિંગોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં સતત વધી રહી છે. 

ગુજરાત ફ્લેમિંગો  મોટાભાગે કચ્છ માં જોવા મળે છે.  પરંતુ આ વર્ષે સુરતમાં ફ્લેમિંગોની સંખ્યા 3000  જેટલી થઈ ગઈ છે.તાપી નદી અને અરબ સાગરના સંગમ સ્થળે હાલ ઉનાળાના સીઝનમાં હજારોની સંખ્યામાં રાજ્ય પક્ષી ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે. આમ તો વિદેશી પક્ષી ફ્લેમિંગો સુરતને બાયપાસ કરીને જતાં રહેતાં હોય છે. પરંતુ આ વર્ષે હજારોની સંખ્યામાં ફ્લેમિંગો સુરત તાપી નદી કિનારે જોવા મળી રહ્યા છે છેલ્લા ઘણા  વર્ષો થી ફ્લેમિંગો સુરતના મહેમાન બન્યા છે. દર વર્ષે તેમની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. સુરતમાં જે ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે . અમેરિકાની ચાર સ્પીસીસમાંથી એક આ ફ્લેમિંગો છે. તે એક પગે ઊભું રહે છે અને તેનો બીજો પગ વાળેલો રાખે છે. ગુલાબી રંગના ફ્લેમિંગોને સુરતની સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જોઈ લોકો પણ આશ્ચર્ય માં પડી ગયા હતા.અને એક સુંદર રમણીય દ્રશ્ય સર્જાયું હતું.

Pink Flamingo in Surat / Ritesh Patel
Pink Flamingo in Surat / Ritesh Patel

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related