દેશ વિદેશના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું ધામ એવા બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે ધુળેટીના પર્વની ધામધૂમ પૂર્વક અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં વહેલી સવારથી જ ભક્તો હજારોની સંખ્યામાં આવી પહોંચ્યા હતા. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના દિવ્ય દર્શન કર્યા બાદ દાદાના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવનું આયોજન કરાયું હતું જેમાં ભક્તોએ ભાગ લઈને રંગોત્સવની મોજ માણી દાદાની ભક્તિના રંગે રંગાયા હતા.
સ્વામિનારાયણ મંદિર વડતાલ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે આમ તો દરેક તહેવારોની રંગેચનાગે ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે ધુળેટીના પાવન પર્વે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે મંગલા આરતી અને શણગાર આરતી બાદ મંદિરના પુજારીઓ તેમજ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી સહિતના સંતોએ દાદાને અલગ અલગ રંગોથી રંગ્યા બાદ રંગોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ રંગોત્સવમાં હજારોની સંખ્યામાં આવેલ ભક્તોની ભીડ માટે 51 હજાર કિલો ઓર્ગેનિક કલર, 400 જેટલા સપ્તધનુષી રંગોના બ્લાસ્ટ જે 70 ફૂટ ઊંચેથી ભકતો પર બ્લાસ્ટ કરવામાં આવતા હતા. 10 હજાર કિલો કલરને એરપ્રેશર થકી ભક્તો પર છાંટીને ઉડાડવામાં આવ્યા હતા. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના ધામમાં મંદિરના પટાંગણમાં 60 જેટલા નાસિક ઢોલના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવીને હજારો ભક્તો ઝૂમી ઉઠ્યા હતા.
નાસિક ઢોલના તાલે ભક્તિ રંગે દાદાના સંગે / Facebook/ Salangpur Hanumanji
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login