ADVERTISEMENTs

કિર્ગિસ્તાનમાં ફસાયા ગુજરાતના વિદ્યાર્થીઓ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આપી સૂચના

કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની નાગરિકો સાથેની બબાલ બાદ ત્યાં મોટા પ્રમાણમાં હિંસા ફેલાય છે જે હાલ અટકવાનું નામ લેતી નથી.દેખાવને કારણે ભારતીય નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો હાલ ભોગ બની રહ્યા છે.

કિર્ગિસ્તાનમાં ફસાયા ગુજરાતના વિદ્યાર્થીઓ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આપી સૂચના / સૌજન્ય ફોટો

      કિર્ગિસ્તાન માં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. જેઓ હાલ તેઓ કિર્ગિસ્તાનમાં ફસાયા છે. જેમણે ભારત સરકારને મદદ માટે અપીલ કરી છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ પણ તેમની મદદ માટે સૂચના આપી દીધી છે.


કિર્ગિસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે ભારતના વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે જ તમામ વિદ્યાર્થીઓને એમ્બેસીના સંપર્કમાં રહેવા સૂચના અપાઈ છે.હવે ગુજરાત સરકાર પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવને સૂચના આપી છે.કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની ઘટનાઓ વધવાના અહેવાલ છે, ત્યારે કિર્ગિસ્તાનમાં વસી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવા ગુજરાત સરકાર ભારતના વિદેશ મંત્રાલય અને કર્ગિસ્તાનના રાજદૂતાવાસ સાથે સંપર્કમાં છે.

આ સાથે જ સરકારે આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી છે કે કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે. રાજ્ય સરકાર ગુજરાતના વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
 

સૌથી મહત્વની વાત એ છે કે કિર્ગિસ્તાનમાં સૌથી વધુ  સુરતના વિદ્યાર્થીઓ ફસાયેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 100 જેટલા યુવા વિદ્યાર્થીઓની કિર્ગિસ્તાન રાષ્ટ્રમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્ય સચિવ રાજકુમારને સુચનાઓ આપી છે.  ગુજરાતના સુરત શહેર-જિલ્લાના 100 જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમારને કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય સંકલન કરવા જણાવ્યું હતું. સુરતના ફસાયેલા વિદ્યાર્થીઓના મા-બાપે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને પોતાના બાળકોને જલ્દીમાં જલ્દી પરત લાવવામાં આવે તે અંગે રાજ્ય નાં શિક્ષણ  મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ને પણ રજૂઆત કરી હતી.

 

કર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની ઘટનાઓ વધવાના અહેવાલ છે, ત્યારે કર્ગિસ્તાનમાં વસી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવા ગુજરાત સરકાર ભારતના વિદેશ મંત્રાલય અને કર્ગિસ્તાનના રાજદૂતાવાસ સાથે સંપર્કમાં છે.

કર્ગિસ્તાનમાં અભ્યાસ માટે…

— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 23, 2024

 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related