ADVERTISEMENTs

ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટમાં દેશમાં ચોથા ક્રમે ગુજરાત

ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં સતત આગળ વધી રહ્યું છે. ટૂંક સમયમાં ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે ત્યારે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)માં ગુજરાત દેશમાં ચોથા ક્રમે હોવાની માહિતી સામે આવી છે.

Foreign Direct Investment / Google

દેશમાં ચોથા ક્રમે ગુજરાત 

ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં સતત આગળ વધી રહ્યું છે. ટૂંક સમયમાં ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે ત્યારે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)માં ગુજરાત દેશમાં ચોથા ક્રમે હોવાની માહિતી સામે આવી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી બાદ ગુજરાતનો ક્રમ આવે છે. 

થોડા જ દિવસોમાં ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે, રાજ્યમાં વિશ્વની મોટી કંપનીઓ અહીં રોકાણ કરે છે અને દર વર્ષે MOU સાઈન કરવામાં આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હેઠળ મોટાપાયે ગુજરાતમાં રોકાણ માટે કરાર થાય તેવી શક્યતા છે. 

નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ મહિનામાં રાજ્યમાં FDIનો પ્રવાહ લગભગ ૩૦ ટકા જેટલો ઘટયો છે, જે કર્ણાટક પછી બીજા ક્રમે છે જ્યાં FDIમાં ૪૪ ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતે એપ્રિલ-સપ્ટેમ્બર વચ્ચે 18884 કરોડ આકર્ષ્યા હતા જે અગાઉના વર્ષ કરતાં ઓછા હતા. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા પ્રકાશિત થયેલા આંકડા પ્રમાણે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ભારતમાં એકંદરે FDIના પ્રવાહમાં 20 ટકાનો ઘટાડો થયો છે. દેશમાં મહારાષ્ટ્રે પાંચ ટકા વૃદ્ધિ સાથે વલણ આગળ ધપાવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના છ મહિનામાં મહારાષ્ટ્રે 95,502 કરોડ આકર્ષ્યા છે.

ગુજરાતમાં 2020-21માં એફડીઆઈનો પ્રવાહ ટોચ પર હતો જેમાં રાજ્યમાં 1.26 લાખ કરોડનું રોકાણ આવ્યું હતું પરંતુ ત્યારબાદ ગુજરાત ટોચ પરથી ઉતરી ગયું છે. રાજ્યએ 2021-22માં 20169 કરોડ અને 2022-23માં 37,059 કરોડ FDI આકર્યું છે. રાજ્યમાં સૌથી વધુ ફ્લો અમદાવાદ, ગાંધીનગર, વલસાડ અને સુરતનો રહ્યો છે. 

બીજી તરફ ચાર વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્ય સરકારે દાવો કર્યો છે કે ગુજરાતમાં ઓક્ટોબર 2019 થી માર્ચ 2023 સુધીમાં 2.39 લાખ કરોડનું મૂડીરોકાણ આવ્યું છે. જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એવો દાવો કર્યો છે કે, ચાલુ નાણાંકીય વર્ષમાં FDI આકર્ષવામાં અમે આગળ રહ્યાં છીએ.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related