લેખકો, પત્રકારો, સાહિત્યકારો, ફિલ્મ વિવેચકો સહિતના સર્જનકારોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે દર વર્ષે ગુજરાત લિટરેચર ફેસ્ટીવલનું આયોજન છેલ્લાં કેટલાંક વર્ષથી થતું આવ્યું છે. ત્યારે આ વખતે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં બે દિવસીય ગુજરાત લિટરેચર ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૫ અને ૨૬ ડિસેમ્બર એમ બે દિવસ યોજાયેલા આ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉદઘાટન કર્યુ હતું.
લેખકો, પત્રકારો, સાહિત્યકારો, ફિલ્મ વિવેચકો સહિતના સર્જનકારોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે દર વર્ષે ગુજરાત લિટરેચર ફેસ્ટીવલનું આયોજન છેલ્લાં કેટલાંક વર્ષથી થતું આવ્યું છે. ત્યારે આ વખતે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં બે દિવસીય ગુજરાત લિટરેચર ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યુ હતું.
બે દિવસના આ ફેસ્ટિવલમાં જાણીતા લેખક જય વસાવડા, તુષાર શુક્લના કાર્યક્રમો હતા. તો સાથે જ, હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર પ્રસૂન જોશી સાથે વાતચીતનો એક કાર્યક્રમ હતો. તો ગુજરાતી લેખક તારક મહેતાના લખાણ પર આધારિત ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિર્ગદર્શક અસિત મોદી સાથે પણ પત્રકાર શિલા ભટ્ટે સંવાદ કર્યો હતો. આ ઉપરાંત નવલકથા, પુરાણ સાહિત્ય, મુશાયરો જેવા સાહિત્યને લગતા કાર્યક્રમો પણ અહીં જોવા મળ્યા. લોકસંગીત અંગે આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવીએ પણ એક કાર્યક્રમમાં વાત કરી હતી. બે દિવસીય ફેસ્ટિવલને માણવા અનેક સાહિત્યપ્રેમીઓનો જમાવડો જોવા મળ્યો હતો.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login