ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું આએજ પરિણામ જાહેર થયું છે, ગત માર્ચ માસમાં યોજાયેલ પરીક્ષાનું પરિણામ આજે આવતા વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષ કરતા આ વર્ષે 17.94 ટકા પરિણામ વધુ નોંધાયું છે. વર્ષ 2023માં ધોરણ 10નું પરિણામ 64.62 ટકા હતું. જે આ વર્ષે કૂદકો લગાવીને સીધું 82.56 ટકા જેટલું નોંધાયું છે. કહી શકાય કે આ છેલ્લા 30 વર્ષનું રેકોર્ડબ્રેક રિઝલ્ટ છે. જોકે આ વખતે માર્ક્સ મેળવવામાં છોકરાઓ કરતા છોકરીઓ મારી છે. ગુજરાતમાં સૌથી વધુ રિઝલ્ટ ગાંધીનગર જિલ્લાનું 87.22 ટકા આવ્યું છે. જયારે સૌથી ઓછું રિઝલ્ટ પોરબંદર જિલ્લાનું નોંધાયું છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1389 છે. જયારે 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 70 જેટલી છે.
વધુમાં ગત વર્ષ કરતા A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. ગત વર્ષે A1 ગ્રેડ મેળવનાર 6111 વિદ્યાર્થીઓ હતા જયારે આ વર્ષે આ આંકડો વધીને 23,247 પર પહોંચી ગયો છે. એટલે સીધી રીતે કહીયે તો ગત વર્ષ કરતા A1 ગ્રેડ મેળવનારાઓની સંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી.
વોંધાર્થીઓં તેમનું પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરીક્ષાનો બેઠક ક્રમાંક દ્વારા મેળવી શકશે.જયારે વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
પરિણામ જાહેર થયા બાદ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, જે પાસ થયા છે તેમને તમામને હ્રદયપૂર્વક અભિનંદન આપું છું. જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા તેમને ડબલ અભિનંદન આપું છું કે આજથી મહેનત શરુ કરી દો, અમે ફરીથી તમારા માટે પરીક્ષાની વ્યવસ્થા કરી છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login