ભારત સરકારના વિદેશ મંત્રાલયે સ્થળાંતરિત બાળકો માટે સ્કોલરશિપ પ્રોગ્રામ (SPDC) 2023-24 હેઠળ શિષ્યવૃત્તિ કાર્યક્રમની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ભારતીય મૂળના નાગરિકો (PIO), ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા (OCI) અને બિન-નિવાસી ભારતીયો (NRI) ભારતીય યુનિવર્સિટીઓ અથવા સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોને અનુસરતા બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
આ યોજના હેઠળ સરકારે જણાવ્યું છે કે, આ વખતે 150 બાળકોને SPDC હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવશે. SPDC સ્કીમ 2023-24ના લાભો કોઈપણ દેશમાં રહેતા NRI, PIO અને OCI સમુદાયના લોકો મેળવી શકાય છે.આ યોજના હેઠળ એવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે, જેમણે ભારતીય સંસ્થાઓમાં એડમિશન લીધું હોય. પ્રથમ વર્ષના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળશે. અરજદારોએ 11મું અને 12મું અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
SPDC યોજના હેઠળ કુલ 150 શિષ્યવૃત્તિ આપવામાં આવશે. તેમાંથી 50 સ્લોટ ECR દેશોમાં ભારતીય કામદારોના બાળકો માટે રીઝર્વ રાખવામાં આવ્યા છે. આ 50 સ્લોટમાંથી એક તૃતીયાંશ સ્લોટ (એટલે કે 17 સ્લોટ) ECR દેશોમાં ભારતીય કામદારોનાં ભારતમાં ભણેલાં બાળકો માટે રીઝર્વ રાખવામાં આવશે.
શિષ્યવૃત્તિ માટે અરજદારોની પસંદગી મેરીટ-કમ-મીન્સના આધારે કરવામાં આવશે. યોજના માટે અરજી spdcindia.gov.in ઉપર કરી શકાય છે.
ભારતની સેન્ટ્રલ યુનિવર્સિટીઝ, નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત A ગ્રેડ યુનિવર્સિટી, DASA સ્કીમ દ્વારા NITs, સ્કૂલ્સ ઑફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર અને IIITsને SPDC સ્કીમ હેઠળ આવરી લેવામાં આવી છે. આ યોજના હેઠળ વાર્ષિક વધુમાં વધુ 4,000 અમેરિકન ડોલર સુધીની કુલ સંસ્થાકીય આર્થિક કિંમત (IEC) ના 75% શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જેમાં ટ્યુશન ફી, હોસ્ટેલ ફી અને અન્ય સંસ્થાકીય ફીનો સમાવેશ થશે. યોજના માટે અરજી કરનારા NRI, PIO, OCI કેટેગરીના અરજદારોના માતા-પિતાની કુલ માસિક આવક 5000 અમેરિકી ડોલરથી વધુ ન હોવી જોઈએ. ECR કેટેગરીના અરજદારોમાં ભારતીય કામદારોના માતા-પિતાની કુલ માસિક આવક 3000 અમેરિકી ડોલરથી વધુ ન હોવી જોઈએ.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login