મિનિયાપોલિસ સ્થિત ખાદ્ય ઉત્પાદન કંપની જનરલ મિલ્સે આશિષ સક્સેનાને મુખ્ય વ્યૂહરચના અને વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. આશિષની નિમણૂક 26 ઓગસ્ટથી લાગુ થશે.
નવી ભૂમિકામાં આશિષ કંપનીની વ્યૂહાત્મક યોજનાઓ અને વિકાસ માટેની લાંબા ગાળાની યોજનાઓ ઘડવા માટે જવાબદાર રહેશે. સક્સેના ડાના મેકનાબનું સ્થાન લેશે, જેમને તાજેતરમાં નોર્થ અમેરિકા રિટેલના ગ્રૂપ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચેરમેન અને સીઇઓ જેફ હર્મેનિગે કહ્યું, "હું જનરલ મિલ્સમાં આશિષને આવકારવા માટે રોમાંચિત છું. પોતાની કારકિર્દી દરમિયાન આશીષે વિવિધ ઉદ્યોગોમાં આગળ વધવાની પ્રબળ ઇચ્છાશક્તિ દર્શાવી છે.
"અમે અમારી બ્રાન્ડ્સને મજબૂત કરવા, નવીનતા લાવવા અને વર્તમાન પરિવારો માટે અમારા પોર્ટફોલિયોને અપડેટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આશિષ અમારી મુખ્ય બ્રાન્ડ્સ પ્રત્યે ગ્રાહકોની વફાદારી વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
આશિષ સક્સેના અગાઉ ગેપ ઇન્કમાં મુખ્ય વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. આ ભૂમિકામાં તેઓ સંચાલન, ટેકનોલોજી અને વિકાસ વ્યૂહરચનાઓ માટે જવાબદાર હતા. તેમણે બેસ્ટ બાય હેલ્થના પ્રમુખ, બેસ્ટ બાય ખાતે મુખ્ય વ્યૂહાત્મક વિકાસ અધિકારી, કોક્સ કોમ્યુનિકેશન્સ ખાતે મુખ્ય વ્યૂહરચના અધિકારી અને ટાઇમ વોર્નર કેબલ ખાતે નાયબ મુખ્ય વ્યૂહરચના અધિકારી તરીકે પણ સેવા આપી છે.
આશિષ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ પિલાની (BITS પિલાની) ભારતમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ સાયન્સ ડિગ્રી ધરાવે છે અને દિલ્હી યુનિવર્સિટીમાંથી MBA ધરાવે છે. તેમણે કન્ઝ્યુમર ટેક્નોલોજી ફોરમ (સીઇએસ) ના ઉદ્યોગ સલાહકાર મંડળમાં અને મિનેપોલિસ, મિનેસોટામાં વૉકર આર્ટ સેન્ટરના ટ્રસ્ટી મંડળમાં પણ સેવા આપી છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login