ADVERTISEMENTs

અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદી ઝડપાયા, અમદાવાદ હાઈ એલર્ટ પર.

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલ તમામ આતંકવાદીઓ શ્રીલંકન નાગરિક છે અને તેઓ પાકિસ્તાન નાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંકળાયેલા છે.

પ્રતીકાત્મક તસ્વીર / Courtesy Photo

ગુજરાત ATS એ અમદાવાદ એરપોર્ટ પર આજે સુપર ઓપરેશન કરીને  અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદી ઝડપી  પાડયા છે. 
આ ચારેય આતંકવાદીઓ શ્રીલંકા થી આવ્યા હોવાની શંકા છે.

હાલ  અમદાવાદમાં IPLની મેચો રમવાની છે, દરેક ક્રિકેટ ટીમો અમદાવાદ એરપોર્ટ પહોંચવાની છે.ત્યારે જ આ ઘટના બનતા અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ એરપોર્ટ પરથી કોલકાતા થી ચેન્નઈ આવી અમદાવાદ આવેલ વિમાનમાંથી આ ચારેય આતંકવાદીઓને ATS એ ઝડપી પાડવામાં આવ્યા છે.હાલમાં ATSએ આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને સઘન પૂછપરછ હાથ ધરી છે. આતંકવાદીઓ સાથે જોડાયેલ તમામ કનેક્શન અંગે તપાસ કરાઈ રહી છે. 

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલ તમામ આતંકવાદીઓ શ્રીલંકન નાગરિક છે અને તેઓ પાકિસ્તાન નાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંકળાયેલા છે. આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા.આ તમામ આતંકીઓ  પાકિસ્તાનના હેન્ડલરના આદેશ બાદ કોઈ કામગીરી કરવાની ફિરાકમાં હતા. જોકે હાલ આ  આતંકવાદીઓ કયા ઉદ્દેશ્યથી અમદાવાદના  એરપોર્ટ પહોંચ્યા હતા, તે જાણવાનો પ્રયાસ એટીએસ દ્વારા કરાઈ રહ્યો છે. ગત વર્ષ પોલીસે પોરબંદરથી ISIS માટે કામ કરનારા કેટલાક શંકાસ્પદોને પકડ્યા હતા. ત્યારે ISના ઇન્ડિયા મોડ્યૂલનો ભાંડાફોડ થયો હતો.

જો કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ  તમામ આતંકવાદીઓ શ્રીલંકાથી વાયા ચેન્નાઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા અને તેઓ અમદાવાદથી ટાર્ગેટેડ લોકેશન પર પહોંચે તે પહેલા જ ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી આ  ચારેય  આતંકવાદીઓની ધરપકડ કરી લીધી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે એરપોર્ટ પર ઉતર્યા બાદ આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાનના હેન્ડલરના આદેશની રાહ જોઈ રહ્યા હતા. આ આતંકવાદીઓ સુધી હથિયાર પણ અલગથી પહોંચાડવાના હતા. ATSએ એનક્રિપ્ટેડ ચેટ્સ આ આતંકવાદીઓના ફોનથી મેળવી છે. ગુજરાતમાં ISISના  આતંકવાદીની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે સુરત પોલીસ મૌલવી સોહેલ અબુબકર મામલે પહેલાથી જ તપાસમાં લાગેલી છે. જ્યારે આતંકવાદી પકડાતા ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related