ADVERTISEMENTs

સતત ચોથી વાર ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે ટોચના ક્રમે

સતત ચોથી વાર ગુજરાતને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયુ છે. ગુજરાત અગ્રેસર રહેવાની પરંપરાને જાળવી રાખતા વધુ એક ગૌરવ સિદ્ધિ નોંધાઈ છે.

સ્ટાર્ટઅપ રેન્કિંગ / Google

‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’

સતત ચોથી વાર ગુજરાતને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયુ છે. ગુજરાત અગ્રેસર રહેવાની પરંપરાને જાળવી રાખતા વધુ એક ગૌરવ સિદ્ધિ નોંધાઈ છે. ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’માં ગુજરાતને દેશમાં શ્રેષ્ઠ પર્ફોમર તરીકેનું સ્થાન મળ્યુ છે.

દિલ્લીમાં નેશનલ સ્ટાર્ટઅપ-ડેના પ્રસંગે સ્ટાર્ટઅપ રેન્કિંગ 2022 ના પરિણામને જાહેર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે આ અંગેની જાહેરાત કાર્યક્રમ દરમિયાન કરી હતી. આ જાહેરાત સાથે જ ગુજરાતના માટે ગૌરવશાળી પળ ફરી નિર્માણ થઈ હતી.

સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ ની શરુઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ શરુ કરાવ્યું હતું અને આ નવતર પહેલ અંતર્ગત ગુજરાતને સતત ચોથીવાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે ગૌરવ પ્રાપ્ત થયુ છે. રેન્કિંગ પરિણામને કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે જાહેર કર્યુ હતુ.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related