દક્ષિણ ગુજરાતના જંગલોમાં 8 થી 10 વર્ષ માં એક વાર આવતા કારવીના ફૂલ કે જેને સ્ટ્રોબિલેન્થેસ કેલોસસના ફૂલો તરીકે ઓળખવામાં આવે છે હવે તેમાંથી સુરત વન વિભાગ મધ તૈયાર કરી રહ્યું છે. આ ફૂલ દસ વરસમાં એક જ વાર ખીલતા હોવાના કારણે અને ઔષધીય ગુણો હોવાના કારણે તેનું ખૂબ જ મહત્વ રહેલું છે.
આ ફૂલો સ્ટ્રોબિલેન્થેસ જીનસની છે જેનું પ્રથમવાર વૈજ્ઞાનિક રીતે વર્ણન 19મી સદીમાં કરવામાં આવી હતી.જીનસમાં લગભગ 350 પ્રજાતિઓ છે.જેમાંથી ઓછામાં ઓછી 46 ભારતમાં જોવા મળે છે. આ વર્ષે, સુરત, તાપી અને ડાંગ જિલ્લાના જંગલોમાં મોટા પ્રમાણમાં કારવી નાં ફૂલો જોવા મળ્યા છે. અને આ ફૂલો અમૂલ્ય અને ઔષધીય ગુણો હોવાના કારણે સુરત વન વિભાગ દ્વારા પ્રથમવાર તેમાંથી મધ બનાવવાનું નક્કી કર્યું. આ અંગે સુરત જિલ્લાના વન વિભાગના ડી સી એફ આનંદ કુમારે કહ્યું કે કારવીના ફૂલો તમે જંગલોમાં ખૂબ મોટા પ્રમાણમાં જોયા આના ઔષધીય પણ ગુણો છે તેથી અમે વિચાર્યું કે આ ફૂલોને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તેથી અમે મધમાખી ના વ્યવસાય સાથે સંકળાયેલા અશોકભાઈ પટેલ નો સંપર્ક કર્યો અને તેમની પાસે કારવીનું મધ કઈ રીતે બનાવી શકાય તે અંગે જાણકારી મેળવી. અશોકભાઈ ના સહયોગથી અમે મધમાખી નાં 3000 બોક્સ સુરત અને તાપી જિલ્લામાં હાલ મૂક્યા છે.જેમાં આ દુર્લભ ફૂલોનો ઉપયોગ કરવામાં આવશે.આ ફૂલ અમે પ્રથમવાર 2015-16માં નોંધ્યા હતા.આ વર્ષે ફરી સુરત જિલ્લાના જંગલમાં તે જોવા મળ્યા છે.
મધમાખી ના વ્યવસાય સાથે સંકળાયેલા અશોકભાઈ પટેલે કહ્યું કે હું ખેડૂત છું અને મારી પાસે 6000 બોક્સ મધમાખીના છે, જેમાં 20 કરોડ જેટલી મધમાખી છે. સુરત જંગલ ખાતા તરફથી મારો સંપર્ક કરવામાં આવ્યો જેથી અમે સુરત વન વિભાગ સાથે મળીને જ્યાં પણ આ ફૂલો મોટા પ્રમાણમાં જોવા મળે છે ત્યાં 3000 જેટલા બોક્સ મૂક્યા છે. કારવી માંથી ઔષધીય અને વેલ્યુએબલ મધ તો બનશે જ, પરંતુ સાથે સાથે જ્યાં જ્યાં આ મધમાખીઓ જશે ત્યાં તેના પરાગ રજ પડશે અને કારવીના અન્ય ફુલ છોડો પણ ઉગશે. સમગ્ર ગુજરાતમાં આ પ્રથમ પ્રયત્ન હશે કે જ્યાં દસ વર્ષમાં એકવાર ઉગતા કારવીના ફૂલોમાંથી ઔષધીય મધ બનાવવામાં આવશે.
સ્થાનિક આદિવાસીઓ અને ગ્રામજનો દ્વારા દાહક વિકારની સારવાર માટે કાર્વી છોડનો ઉપયોગ પરંપરાગત ઔષધીય વનસ્પતિ તરીકે થાય છે. તેના પાનનો ભૂકો કરી તેનો રસ પેટની બિમારીઓ માટે ચોક્કસ ઈલાજ માનવામાં આવે છે.આ છોડ વૈજ્ઞાનિક સંશોધનનો વિષય છે જે લોક ચિકિત્સામાં તેનો ઉપયોગ એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટિમાઈક્રોબાયલ હર્બલ દવા તરીકે કરે છે. સ્ટ્રોબિલેન્થેસ કોલોસામાં મજબૂત દાંડી હોય છે જે તેના પાંદડાઓ સાથે સામાન્ય રીતે સ્થાનિક આદિવાસી આદિવાસીઓ અને ગ્રામીણો દ્વારા તેમની ઝૂંપડીઓ બાંધવા માટે ખંજવાળની સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. જંગલી મધમાખીના મધના શિકારીઓ દ્વારા એકત્રિત કરવામાં આવતું કારવી મધ તેના સામૂહિક ફૂલો પછી તરત જ લોકપ્રિય સ્થાનિક સ્વાદિષ્ટ છે, તે અન્ય જાતો કરતાં ઘણું ઘટ્ટ અને ઘાટા છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login