ગુજરાતની મેડિકલ કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગના દુષણ ને દૂર કરવા માટે હાઇકોર્ટના આદેશ બાદ સરકારે કોલેજ યુનિવર્સિટીમાં રેગિંગ વિરોધી નિયમો જાહેર કર્યા હતા. ગુજરાત રાજયની મેડિકલ કોલેજો સહિતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગીંગના દૂષણ મામલે હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટમાં રાજય સરકારે સોંગદનામું રજૂ કર્યું હતું અને જણાવ્યું હતું કે, રેગીંગના સતત વધી રહેલા દૂષણને નાથવા રાજય સરકાર દ્વારા જરૂરી નિયમો ઘડવામાં આવ્યા છે. જે અંગે સત્તાવાર ઠરાવ પણ જારી કરાયા છે અને જુદા જુદા સ્તર પર એન્ટી રેગીંગ કમીટી ફરજિયાત બનાવાઇ છે.
રેગીંગના દૂષણને નાથવા ખાસ એમસીઆઈ, એઆઇસીટીઇ, યુજીસી દ્વારા જે રેગ્યુલેશન્સ અને નિયમનો બનાવાયા છે તેની ગુજરાત રાજયની તમામ કોલેજમાં અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં ચુસ્ત અને કડકાઇથી અમલ કરાવવા અંગે જી.આર જારી કરવા માટે રાજય સરકારને મહત્ત્વનો નિર્દેશ કર્યો હતો.જેને લઇને આ નિયમો અંગેના ઠરાવ જારી કરી દેવાયા હોવાની સરકાર દ્વારા આજે અદાલતને જાણ કરવામાં આવી હતી. આ નિયમો ગુજરાત રાજયની તમામ હાયર એજયુકેશન સંસ્થાઓમાં લાગુ પડશે.
જો કે, રાજય સરકાર તરફથી એ પણ સ્પષ્ટ કરાયું હતું કે, હાલ આ નિયમો યુજીસી અને એઆઈસીટીઈના રેગ્યુલેશન સંદર્ભના છે. પરંતુ એમસીઆઈના નિયમનો અંતર્ગત નિયમો હજુ બાકી છે, તેનો ઠરાવ બાકી છે. સરકાર દ્વારા હાલ જે નિયમો ઘડી ઠરાવ કરાયા છે, તેમાં તકનીકી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાનના ડાયરેક્ટર દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું મોનીટરીંગ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અને શૈક્ષણિક સંસ્થાઓના વડા રેગીંગની ઘટના અંગે મળેલી ફરિયાદમાં પગલાં લેવા માટે જવાબદાર રહેશે.
જો શિક્ષણ સંસ્થાના વડા તરફથી કોઈ પગલાં નહી લેવાયા હોય તો તેવા કિસ્સામાં તેમની સામે પણ ઉચ્ચ સત્તાવાળાઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. હજુ મેડિકલ માટે એમસીઆઈ સંબંધી માર્ગદર્શિકા અંતર્ગત ઠરાવ સરકાર દ્વારા બાકી રખાયો છે, જે ઝડપ થી પૂર્ણ થાય તે જરૂરી છે. જેથી હાઇ કોર્ટે રાજય સરકારને મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા સાથે ઓવરઓલ ઠરાવ જારી કરવા નિર્દેશકરી કેસની વધુ સુનાવણી એપ્રિલ માસમાં મુકરર કરી હતી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login