લગભગ 300 મુસાફરોની એક સફર જે કોઇપણ જાતના વિધ્ન વિના મેનાગુઆ, નિકારાગુઆમાં પૂર્ણ થવાની હતી તેની આ વાત છે. દુબઈથી આ વિમાન ટેક ઓફ કરી દેવામાં આવ્યું હતું અને તેને વેટ્રી એરપોર્ટ પર ફ્રેન્ચ સરકારે ટેકનિકલ પ્રોબ્લેમ કહીને રોકી લીધું. તેનું કારણ હતું એક અજાણ્યા વ્યક્તિએ કરેલો ફોન કોલ. જેમાં આ વિમાનમાં જઇ રહેલા મુસાફરો માટે માનવ તસ્કરીની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તપાસ કરતા અધિકારીઓએ તરત એ તો સમજી લીધું કે માનવ તસ્કરી જેવું આમાં કંઇ નથી. પણ આ એવો કિસ્સો હતો જ્યાં સંપૂર્ણ કાયદેસરના દસ્તાવેજો દ્વારા અને કાયદેસરના રૂટથી એક વ્યક્તિ બીજા દેશનો સહારો લઇને ત્રીજા જ દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે છે.
તપાસની હજુ તો શરૂઆત જ થઇ છે અને જે પ્રાથમિક વિગતો સામે આવે છે તે જ શરીરમાંથી એક લખલખું પસાર કરી દે તેવી છે. અમેરિકા જવા ઇચ્છૂક કેટલાક લોકોએ પોતાના દેશમાંથી ગેરકાયદેસર રીતે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ કહેવાતા અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે આવા લેભાગૂ એજન્ટ્સને ૮૦ હજાર થી લઇને ૧ લાખ અમેરિકન ડોલર્સ પણ આપ્યા હતા. આ એજન્ટ્સે તેમને સુરક્ષિત રીતે અમેરિકા પહોંચાડવાનું વચન આપ્યું હતું.
જો કે, અમેરિકા સુધી પહોંચવાના માર્ગમાં લેટિન અમેરિકાના જંગલમાંથી પસાર થતી વખતે જંગલી જાનવરોનો શિકાર બની જવાના જોખમો કે પછી કેનેડામાંથી ગેરકાયેદસર ઘુસતી વખતે ઠંડા પાણીમાં બરફની જેમ જામી જવાના જોખમો સામે આ એજન્ટ્સ કોઇ ટ્રેનિંગ કે રિફ્રેશર કેમ્પ્સ ચલાવીને આ ઘુસણોખોરને તૈયાર કરતા હતા કે કેમ તે અંગે કોઇ માહિતી મળી નથી.
અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરીને ગેરકાયદેસર રીતે રહેવા માટે તૈયાર થઇ ગયેલા આ લોકોને અમેરિકાના ઇમિગ્રેશન કાયદાની કડકાઇઓથી પણ આ એજન્ટ્સે વાકેફ કર્યા હોય તે વાત અશક્ય છે.
ઇમિગ્રેશન પ્રક્રિયા એ ખૂબ લાંબી પ્રોસેસ છે. નાના ક્વાટર્સ જેવા જેલના રૂમમાં રાતો વિતાવવી પડે છે. તેમના બાળકોના ભવિષ્ય સુધરશે, તેમને લિગલ સ્ટેટસ મળશે અને તેમના આધારે માતા પિતાને પણ અમેરિકામાં રહેવા મળશે તેવા સપના જોતા લોકો હકીકતથી વાકેફ નથી હોતા. ગેરકાયદેસર ઘુસણખોરી કરીને આવતા લોકો માટે જજને પણ કોઇ હમદર્દી હોતી નથી. અને જો પ્રવેશ નકારવામાં આવે તો શું થાય છે?
અત્યારે એ બાબત પ્રકાશમાં આવી છે કે આખા ભારતમાં લગભગ 3000 બિન-રજિસ્ટર્ડ સંસ્થાઓ છે જે અમેરિકા આવવા માટે તેમની પાસે જે કંઇ છે તે ગિરવે મૂકીને, વેચી સાટીને પણ આ એજન્ટોને પૈસા આપવા તૈયાર થઇ જતા લોકો પાસેથી નાણાં પડાવે છે. અને આ ગેરકાયદેસર એજન્ટોના સંપર્કો એટલા સારા હોય છે કે તેઓ આ કહેવાતી ડોન્કી ફ્લાઇટ્સની વ્યવસ્થા ત્રીજા દેશો દ્વારા કરી શકે છે, તેઓ યુરોપમાં ઇંધણ ભરાવવા માટે ફ્લાઇટ અટકાવે છે જેથી ભારતનું ધ્યાન તે તરફ આકર્ષિત ન થાય.
આ લોકો પાસે કાયદેસર ટ્રાવેલ દસ્તાવેજો હોય છે, માન્ય વિઝા સાથે તે દેશમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી ત્રીજા દેશમાં પ્રવેશ કરવા માટે તેમને વિઝાની જરૂર હોતી નથી. અને એ દેશમાં આવ્યા પછી એક સંપૂર્ણપણે અલગ વાર્તા સામે આવે છે. સમયાંતરે ભારતમાં વિદેશ મંત્રાલયે એડવાઇઝરી બહાર પાડીને લોકોને સાવધ રહેવાની સલાહ આપી છે, પરંતુ ગેરકાયદેસર સ્થળાંતર અને એ પણ સંગઠિત રીતે ચાલતા નેટવર્કને પહોંચી વળવુ મુશ્કેલ છે. સાથે સાથે જે દેશમાં સ્થાનિક લોકો જોખમ ભરેલી નોકરીઓ કરવા તૈયાર ન હોય તેવી નોકરીઓ માટે ભારત જેવા દેશોમાંથી લોકોને ભરતી કરીને મોકલવા એ પણ મોટાપાયે ચાલતો એજન્સી આધારિત ધંધો છે. સતત સંઘર્ષના રહેતા વિસ્તારોમાં પૈસા માટે સૈનિક બનીને ગોળી ખાનારા લોકોની કમી નથી હોતી.
પરંતુ આ એક અલગ જ પ્રકાર છે એ લોકો માટે જે અમેરિકા, કેનેડા અથવા યુનાઇટેડ કિંગડમ જેવા દેશોમાં ગમે તે ભોગે આવવા માગતા હોય. ભલે આ અવિશ્વસનિય કારોબારમાં પણ અત્યારે પ્રવાસ કરો, સલામત રીતે પહોંચ્યા પછી પૈસા આપજો એવો પણ એક વર્ગ ચાલતો હોય. પણ આ સમગ્ર પ્રેક્ટિસ ગેરકાયદેસર છે સમજવાનો સમય પાકી ગયો છે. કાયદેસરના દસ્તાવેજો સાથે કાયદેસર રીતે કોઇ ત્રીજા દેશોમાં પ્રવેશ કરવો અલગ વાત છે અને કાયદાની છટકબારીઓ શોધીને તેનો દુરુપયોગ કરીને ઠગાઇ કરી કોઇ દેશમાં પ્રવેશ મેળવવો એ અલગ વાત છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login