ADVERTISEMENTs

સુરતના સિટીલાઇટ પર આવેલ જીમમાં આગની ઘટના, 2 મહિલાઓના મોત.

જ્યા આગ લાગવાની ઘટના બની હતી તે અમૃતયા સ્પા એન્ડ જિમ. / RITU DARBAR

બુધવારે સાંજે શહેરનાં સિટીલાઈટ વિસ્તારમાં આવેલી શિવ પૂજા એપાર્ટમેન્ટ માં ફોર્ચ્યન મોલ ની ઉપર આવેલ ત્રીજા માળે આવેલા સ્પા અને જીમ માં આગ ભભુકી ઉઠવાની ઘટના સામે આવી હતી...આગ લાગવાને કારણે ભારે ભાગદોડ નો માહોલ સર્જાયો હતો.બનાવ ની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા અલગ અલગ ચાર ફાયર સ્ટેશનો માંથી 10 થી વધુ ફાયર નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.જીમ અને સ્પામાં કુલ 5 વ્યક્તિઓ ફસાયા હતા જેમાંથી ત્રણ વ્યક્તિઓ જીવ બચાવવા માં સફળ થયા હતા  છે.જ્યારે બે યુવતી ઓ નાં આ ઘટના માં ધુમાડા માં ગુગળામણથી મોત થયા હતા.

આ અંગે ફાયર  પાસેથી મળતી માહિતી અનુસાર સીટી લાઈટ ખાતે આવેલ શિવપૂજા બિલ્ડીંગના ત્રીજા માળે રાત્રે 7.30 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જીમ ઇલેવન અને સ્પા ની મીટર પેટીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આગ લાગી ત્યારે જીમ બંધ હતું પરંતુ સ્પા ચાલુ હતું. સસ્તામાં ચાર યુવતીઓ કામ કરી રહી હતી જ્યારે એક વોચમેન હતો જ્યારે આગ લાગી ત્યારે બે યુવતીઓ નીચે ભાગી આવી હતી જ્યારે અન્ય બે યુવતીઓ ટોયલેટ નો દરવાજો બંધ કરીને અંદર જતી રહી હતી જેના કારણે બંનેનું ધુમાડાના કારણે મોત નીપજ્યું હતું.

ફાયર ઓફિસર ઈશ્વર પટેલે કહ્યું કે આ બિલ્ડિંગમાં ફાયરની સુવિધા તો છે પરંતુ તે કાર્યરત ન હતી અને આ માટે ફાયર વિભાગ દ્વારા તેઓને નોટિસ પણ આપવામાં આવી છે. બીજી તરફ બિલ્ડીંગમાં ચાલી રહેલા જીમમાં આવવાનો અને જવાનો માત્ર એક જ રસ્તો છે જો આ પ્રકારની ઘટના બને તો બીજા દરવાજેથી નીકળી શકાય એવી કોઈ સુવિધા આ જીમ માં હતી નહીં.ઇમરજન્સી એકજીટ  ની સુવિધા પણ નથી.

ઘટના બનતા ની સાથે જ મેયર દક્ષેશ માવાણી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની ગંભીરતાને જોઈને જીમ અને સલૂન અંગે તપાસના આદેશ આપ્યા હતા.બિલ્ડિંગ ની બીયુસી અને ફાયર એનઓસી ની તપાસના આદેશ અપાયા છે અને જરૂર પડે તો એફઆઇઆર પણ દાખલ કરવામાં આવશે.

સીટી લાઈટ ખાતે આવેલ જીમ પહેલા સન સિટીના નામે ચાલતું હતું ત્યારબાદ જીમ અન્ય વ્યક્તિ દિલશાદ ખાન  એ ત્યાં જીમ શરૂ કર્યું હતું.અને જીમ ઇલેવન નામના આ  જીમમાં ચાર રૂમ સહિત સલૂન સ્પા પણ ચાલતું હતું. દિવાળી વેકેશન હોવાથી છેલ્લા કેટલાક દિવસ થી જીમ બંધ હતું અને પરંતુ તેના ઉપરના ભાગમાં ધમધમતું સ્પા ચાલુ હતું. જેમાં ચાર યુવતીઓ  હતી. જીમના અંદરના ભાગમાં આગ લાગતા ઉપરના ભાગમાં ચાલી રહેલા સ્પામાં આગ પ્રસરી હતી. આગના કારણે આસપાસના એરિયામાં ધુમાડાઓ અને હવા ઉજાસ માટેની અવરજવર માટેની સુવિધા ન હતી. ધુમાડો સ્પાની ચારેય રૂમમાં ફેલાય જતા વેન્ટિલેશનની અવરજવર ન હોવાના કારણે ચારેય યુવતીઓ પૈકી બે યુવતીઓ ભાગી ગઈ હતી. ત્યારે બીજી બે યુવતીઓએ ગૂંગળામણથી જીવ ગુમાવ્યો હતો.

આગ લાગવાની આ ઘટના માં સ્પામાં કામ કરતી મૂળ સિક્કિમની યુવતી ત્રીસ વર્ષીય બેનું હંગામા લીંબુનું ધુમાડામાં ગૂંગળામણ થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવતી નું નામ જાણવા મળ્યું ન હતું.યુવતી અન્ય સ્ટાફ સાથે છેલ્લા ઘણા મહિના ઓ થી કામ કરતી હોવાનું પણ જાણવા મળ્યું છે. આજે સાંજે જ્યારે ઘટના બની હતી ત્યારે એકાએક શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી ત્યારે ચાર યુવતી ઓ માંથી બે યુવતી ઓ તેમનો જીવ બચાવવા માં સફળ થઈ હતી.જ્યારે મૃતક બેનું હંગામા લીંબુ તથા તેની સાથે ની અન્ય એક યુવતી  વોશરૂમ માં બંધ થઈ ગઈ હતી ,જેના કારણે ધુમાડામાં તેમનો શ્વાસ રુંધવા ને કારણે મોત નીપજ્યા હતા

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related