ADVERTISEMENTs

નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા આયોજન મંડળના વિકાસકામોની સમીક્ષા બેઠક મળી.

સુરત જિલ્લા આયોજન મંડળ હેઠળની વિવિધ યોજનાઓ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ ના વર્ષ માટેના જનહિતલક્ષી વિકાસકામોની સમીક્ષા કરાઈ

નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મળેલ બેઠક / માહિતી વિભાગ, ગુજરાત

સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા આયોજન મંડળની બેઠકમ ળી હતી, જેમાં વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ ના વર્ષ દરમિયાનના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ યોજના હેઠળ પ્રગતિવાળા, શરૂ ન થયેલા વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, સાંસદ મુકેશભાઈ દલાલ સહિત ધારાસભ્યો પણ જોડાયા હતા. 

જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી કનુભાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે, ત્યારે વિકાસકામો ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદા શરૂ થાય અને પૂર્ણ થાય તે જરૂરી છે. જનપ્રતિનિધિઓ જનતાનો અવાજ છે, તેમની રજૂઆતો, પ્રશ્નો જનતાને સીધા અસર કરે છે. જનપ્રતિનિધિઓના પ્રશ્નો પેન્ડીંગ ન રહે તેની તકેદારી લેવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું. 

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આંતરમાળખાકીય સુવિધાઓના સુગ્રથિત વિકાસ થકી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખૂટતી સુવિધાઓના કામોને પ્રાધાન્ય આપવા તેમજ આયોજન હેઠળના વિકાસકામોનું મોનિટરીંગ કરીને પૂર્ણ કરવા માટેના સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું. 

નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મળેલ બેઠક / માહિતી વિભાગ, ગુજરાત.

સૌના સહયોગથી વિકાસના કામો પાર પાડવાથી જનતા જનાર્દનનું હિત જળવાશે. જે કામો રદ્દ થાય કે તુરંત જ તેની સામે નવા વિકાસ કામો હાથ ધરાય તે મુજબ આયોજન કરવાથી લોકોની અપેક્ષા સંતોષી શકાશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 

આ બેઠકમાં આયોજન મંડળના વિવિધ કામોની પોર્ટલ પર સમયસર ડેટા એન્ટ્રી કરવા, વિકાસકામોને થર્ડ પાર્ટી રિરીફીકેશન અંતર્ગત ચકાસણી કરવા સહિત ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા કામો બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા આયોજન હેઠળની વિવિધ જોગવાઇઓ ૧૫% વિવેકાધીન, ૫% પ્રોત્સાહક, ATVT યોજના, ધારાસભ્ય ફંડ, વિકાસશીલ તાલુકા જોગવાઇ અને MPLADS હેઠળ મંજૂર થયેલા કામો સહિત પ્રિમોન્સુન કામગીરી, વરસાદી પૂર સ્થિતિ અને સંભવિત વરસાદી આફત અંતર્ગત રાહત-બચાવના પગલાઓની સમીક્ષા કરાઈ હતી.

પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અધિકારીઓએ અગત્યની બેઠકમાં પૂર્ણ તૈયારી સાથે આવવું જોઈએ. જેથી અગત્યના કામોની છેલ્લી સ્થિતિની માહિતી ઉપલબ્ધ થઈ શકે. તેમણે પ્રજાહિતના કામોને ગંભીરતાથી લઈ કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related