અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત મૃતકના ઘરે જઇ સ્કીન દાન લેવાયું
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત મૃતક દિવંગતના ઘરે જઇને સ્કીન દાન લેવામાં આવ્યું છે.
સિવિલ હોસ્પિટલમા થયેલ ચોથા સ્કીનની દાનની વિગતમાં મૃતક શ્રીમતી શુભાંગી કાલે રોટરી ક્લબમાં ફરજ બજાવતા સ્નેહલ કાલે ના માતૃશ્રી હતા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્કીન બેંક પણ રોટરી ક્લબના સહયોગથી કાર્યરત છે. એક રોટેરીયન દ્વારા રોટરી ક્લબના સહયોગથી જ ચાલતી સ્કીન બેંકમાં દાન કરવાની આ પ્રથમ ઘટના છે. મૃત શરીરની અંતિમ ક્રિયા કરતા પહેલા ૬ કલાકની અંદર હોસ્પિટલમાં ફોન કરીને સંપર્ક કરવામાં આવે તો સ્કીન દાન સાથે સંકળાયેલી ટીમ સ્કીનનું દાન લેવા ઘરે આવે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમ અમદાવાદ શહેરના કોઇપણ વિસ્તારમાં અને ગાંધીનગર શહેરમાં ઘરે જઇને સ્કીનનું દાન લેવાની સેવા આપે છે.
સ્કીનનું દાન કઇ રીતે થઇ શકે છે તેને કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદૈવ એ જણાવ્યું છે કે, વ્યક્તિની ચામડી (ચામડીનું પડ) લઇ જરૂરી ટેસ્ટ કરીને સાચવવામાં આવે છે અને કોઈપણ દર્દી કે જેમની ચામડીનો નાશ થયેલ હોય જેમકે દાઝી ગયેલ, એકસીડન્ટ બાદ કે અન્ય કોઈપણ કારણોસર ચામડીનો નાશ થયેલ હોય અને તેમની પોતાની ચામડી લગાવવા માટે મેડીકલી ફીટના હોય અથવા તો બહુ મોટો ઘા હોય કે જ્યાં દર્દીની પોતાની ચામડીથી સંપૂર્ણ ઘા ઢાંકવો શક્ય ના હોય તેવા સંજોગોમાં આ સ્કીન બેંકમાં રહેલ ચામડીનો ઉપયોગ કરી શકાય છે.સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં મૃત્યુ પામતા દિવંગતના પરિવાર જન સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સ્કીન બેંક 9428265875 નંબર પર સંપર્ક કરે ત્યારે સિવિલ હોસ્પિટલની ટીમ સ્થળ પર જઇને ત્વચાનું દાન મેળવે છે. મૃત્યુના ૬ કલાકની અંદર જ ચામડી લેવામાં આવે છે. સ્કીન બેંકમાં રહેલી(ખાસ પ્રોસેસ કરેલી) ચામડીનો ૫ વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે.
.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login