IIT-ખડગપુર, ASI, PRL અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) અને ડેક્કન કૉલેજના પુરાતત્વ વૈજ્ઞાનિકોની એક ટીમે વડાપ્રધાન મોદીના વતન વડનગરમાંથી 2800 વર્ષ જૂની માનવ વસ્તીના પુરાવા શોધી કાઢ્યા છે. વડનગરમાં ખોદકામ દરમિયાન ખાસ પ્રકારની કલાકૃતિઓ, માટીના વાસણ, સોના, ચાંદી, લોખંડ અને તાંબાની વસ્તુઓ, ડિઝાઈનર બંગડી અને સિક્કા બનાવવાના સાધનો મળી આવ્યા છે. ASI દ્વારા વડનગર ખાતે ઊંડા પુરાતત્વીય ખોદકામનું નેતૃત્વ કરવામાં આવ્યું હતુ. આ રિસર્ચને ગુજરાત સરકાર દ્વારા ભંડોળ પુરુ પાડવામાં આવ્યું હતુ. જેમાં વડનગરમાં ભારતનું પ્રથમ પ્રાયોગિક ડિજિટલ મ્યૂઝિયમ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતુ. ઈન્ફોસિસના પૂર્વ અધ્યક્ષ સુધા મૂર્તિ દ્વારા પણ વડનગર અને સિંધુ ઘાટીની સંસ્કૃતિ પર રિસર્ચ માટે ફંડિંગ આપવામાં આવ્યું છે.
રિસર્ચમાં સામે આવ્યું છે કે, 3 હજાર વર્ષ દરમિયાન મધ્ય એશિયાના યોદ્ધાઓ દ્વારા ભારત પર વારંવાર કરવામાં આવેલા હુમલા, જળવાયુ પરિવર્તન અને વરસાદ અને દુકાળ જેવી સ્થિતિના કારણે વિવિધ સામ્રાજ્યોનો ઉદય અને પતન થયા હતા. હડપ્પા સંસ્કૃતિના પતન બાદ પણ વડનગરમાં સાંસ્કૃતિક સત્યતાના પુરાવા મળ્યા છે.
પુરાતત્વવિદ ડૉ અભિજીત અંબેકરે જણાવ્યું કે, વડનગર એક બહુસાંસ્કૃતિક અને બહુધાર્મિક (બૌદ્ધ, હિન્દુ, જૈન અને ઈસ્લામિક) વસાહત હતી. ઊંડાણપૂર્વક કરવામાં આવેલા ખોદકામમાં 7 સાંસ્કૃતિક વારસા એટલે કે મૌર્ય, ઈન્ડો-ગ્રીક, હિન્દુ-સોલંકી, મુઘલ સલ્તનતથી ગાયકવાડથી લઈને બ્રિટિશ શાસનના અસ્તિત્વના પુરાવા આજે પણ મળી રહ્યાં છે.
અમે ખોદકામ દરમિયાન સૌથી જૂના બૌધ મઠો પૈકી એકની શોધ કરી છે. અમે ખાસ પ્રકારની પ્રાચીન કલાકૃતિ, માટીના વાસણ, સોના-ચાંદી અને લોખંડની વસ્તુઓ, બારીક ડિઝાઈનવાળી બંગડી ઉપરાંત ઈન્ડો-ગ્રીક શાસન દરમિયાન ગ્રીક રાજા એપોલોડેટ્સના સિક્કા બનાવવાના સાધન મળી આવ્યા છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login