ADVERTISEMENTs

૧૧ જાન્યુઆરીથી અમદાવાદ-અયોધ્યા વચ્ચે સીધી ફ્લાઇટ, ૧ કલાક ૫૦ મિનીટમાં પહોંચાડશે

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા મંદિરમાં બિરાજમાન થશે. આ ભવ્ય સમારંભમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા ખાતે પહોંચે તેવી શક્યતાઓને પગલે વિવિધ જગ્યાથી ડાયરેક્ટ ફ્લાઇટો શરૂ કરવાનો નિર્ણય

Sardar Patel Airport / Google

અમદાવાદ-અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા મંદિરમાં બિરાજમાન થશે. આ ભવ્ય સમારંભમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા ખાતે પહોંચે તેવી શક્યતાઓને પગલે વિવિધ જગ્યાથી ડાયરેક્ટ ફ્લાઇટો શરૂ કરવાનો નિર્ણય વિવિધ એરલાઇન્સ દ્વારા કરવામાં આવ્યો છે. તેવામાં 11 જાન્યુઆરીથી અમદાવાદ-અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય ખાનગી એરલાઇન્સ કંપનીએ કર્યો છે. જેનું બુકિંગ પણ ઓનલાઇન શરૂ થઇ ગયું છે. હાલ અયોધ્યાનું ભાડું 3,999 રૂપિયા રાખવામાં આવ્યું છે. અમદાવાદથી આ ફ્લાઇટ સવારે 9.10 વાગે ઉપડશે. જ્યારે અયોધ્યાથી સવારે 11.30 વાગ્યે ઉપડશે. આ ડાયરેક્ટ ફ્લાઇટમાં માત્ર 1 કલાક 50 મિનિટમાં પહોંચી શકાશે.

અયોધ્યા માટે દિલ્હીથી ઉદઘાટન ફ્લાઈટ 30મીએ અયોધ્યા એરપોર્ટ પર લેન્ડ કરશે. ત્યારબાદ 6 જાન્યુઆરીથી દિલ્હી-અયોધ્યા વચ્ચે સીધી ફ્લાઈટ માટે કોમર્શિયલ કામગીરી શરૂ કરાશે. જે બાદ 11 જાન્યુઆરી 2024થી અમદાવાદ-અયોધ્યા વચ્ચે ફ્લાઇટ શરૂ થશે.

અમદાવાદથી અયોધ્યા માટે ફલાઇટ નં 6E 6375 મંગળ, ગુરુ અને શનિવારે ફલાઇટ 11 જાન્યુઆરીથી સવારે 9.10 વાગ્યે ઉડાન ભરશે. આ જ રીતે અયોધ્યાથી અમદાવાદ માટે ફલાઇટ નં 6E 112 મંગળ, ગુરુ અને શનિવારે સવારે 11.30 વાગ્યે ઉડાન ભરશે જે અમદાવાદ એરપોર્ટ પર બપોરે 13.40 વાગ્યે લેન્ડ થશે

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related