ADVERTISEMENTs

રણોત્સવમાં ધોળાવીરા અને ટેન્ટ સિટી આકર્ષણનું કેન્દ્ર, વિદેશી પ્રવાસીઓ પણ ઉમટ્યા

‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણ (White desert of Kutch) હંમેશા ખૂબ જ ચર્ચામાં રહે છે.

ટેન્ટ સિટી ધોળાવીરા / google

 

'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણ (White desert of Kutch) હંમેશા ખૂબ જ ચર્ચામાં રહે છે. ગુજરાતના કચ્છમાં આવેલા રણમાં દર વર્ષે અલગ અલગ થીમ પર રણોત્સવ યોજાય છે. આ વર્ષે 10 નવેમ્બર થી રણ ઉત્સવ શરૂ થઇ ગયો છે જે ૨૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વર્ષે રણ ઉત્સવ અને ટેન્ટ સિટીમાં ધોળવીરાનો રંગ આકર્ષણનું નવું કેન્દ્ર બની રહ્યા છે. વિશ્વ ધરોહર ધોળાવીરાને લોકો જાણે અને સંસ્કૃતિ ને સમજે એ સાથે ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોનો વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજનો એવોર્ડ

ટેન્ટ સિટીના મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યું કે, આ વર્ષે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોનો વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજનો એવોર્ડ મળતા વધુ પ્રવાસીઓ આકર્ષાઇ રહ્યા છે. ધોળાવીરાનો પેકેજમાં પહેલીવાર સમાવેશ કરાયો છે, જે રોડ ટુ હેવનના કારણે પણ લોકચાહના મેળવી રહ્યું છે. પર્યાવરણની જાળવણી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાને લેતા આ વર્ષથી પ્લાસ્ટિકનો ન્યૂનતમ ઉપયોગ કરાયો છે. પ્લાસ્ટિકના બદલે લાકડાંના ઉપયોગ પર પહેલીવાર પ્રયોગ હાથ ધરાયો છે, સાથે જ ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યા અને સાયકલોનીસંખ્યામાં વધારો કરાયો છે.

પ્રવાસીઓ સફેદરણની મુલાકાતે

ધરતી પર જાણે દૂર દૂર સુધી સફેદ ચાદર બિછાવી હોય તેવો કુદરતી નજરો જોવા માટે પ્રવાસીઓ સફેદરણની મુલાકાતે આવી રહ્યા છે. રણોત્સવમાં 350 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં દરબારી અને રજવાડી ટેન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરી રહ્યા છે. દરવર્ષે લાખો સહેલાણીઓ સફેદરણ મુલાકાત પગલે ગુજરાત ટુરીઝમ વિભાગ અને રાજ્ય સરકાર કરોડો રૂપિયાની આવક ઉભી થાય છે.

રણોત્સવ કચ્છ તેમજ ગુજરાતની ઓળખ બની ગઈ છે. રણોત્સવ આવતા પ્રવાસીઓ કચ્છ કલા સંસ્કૃતિ દર્શન કરી રહ્યાં છે. રણોત્સવ આવતા પ્રવાસીઓ કચ્છની હસ્તકલા ખરીદી કરી શકે તે માટે હસ્તકલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે..દેશ-વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોત-પોતાની રીતે અલગ અનુભૂતિ કરી રહ્યા છે.

ગત વર્ષે ૨૦૨૨ નવેમ્બરથી જાન્યુઆરી ૨૦૨૩ દરમ્યાન ૧,૯૭૦૫૭ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. ગત વર્ષે ભારતીય ૧,૯૬૪૮૨ અને વિદેશી ૫૭૫ પ્રવાસી આવ્યા હતા. ત્યારે આ વર્ષે કચ્છનું ઘોરડો વિશ્વ ફલક પર પ્રખ્યાત થતાં પ્રવાસીઓની સંખ્યા ગત વર્ષ કરતાં પણ વધવાનો અંદાજ છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related