IPL ની આ સીઝનની આજે વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલ 16મી મેચમાં કોલકતા નાઈટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 106 રનથી હરાવ્યું છે. DC ના બોલરોના કંગાળ દેખાવને કારણે KKR એ 20 ઓવરમાં 272 રનનો પહાડ ઉભો કરી દીધો હતો. સૌપ્રથમ ટોસ જીતીને કોલકતા એ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 272 રનનો જંગી સ્કોર કર્યો હતો. જેમાં સુનિલ નારાયણ એ 39 બોલમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 85 રન બનાવ્યા હતા. જયારે અંગક્રીશ રઘુવંશીએ 27 બોલમાં 54 રન બનાવ્યા હતા. જયારે આન્દ્રે રસેલે 19 બોલમાં 41 રન ની સ્ફોટક ઇનિંગ રમી હતી. તો સદાબહાર રિન્કુસિંહે 8 બોલમાં 26 રન બનાવ્યા હતા.
દિલ્હી તરફથી બોલિંગ કરતા ઇશાંત શર્માએ 2 અને નોરકીયા એ 3 વિકેટ ઝડપી હતી. જયારે રનચેઝ કરવા ઉતરેલી દિલ્હીની ટીમના ઓપનર કઈ ખાસ ઉકાળી શક્યા ન હતા. 33 રનના સ્કોર પર જ દિલ્હી એ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન રિષભ પંત અને સ્ટબ્સ એ બાજી સાંભળીને 93 રનની પાર્ટનરશીપ કરી હતી. રિષભ પંતે 25 બોલમાં 55 અને સ્ટબસે 32 બોલમાં 54 રન બનાવ્યા હતા. ત્યાર બાદ દિલ્હીની ટિમ ઘૂંટણિયે પડી ગઈ હતી અને 17.2 ઓવરમાં 166 રન બનાવીને પેવેલિયન ભેગી થઇ ગઈ હતી.
દિલ્હી સામે કોલકતાની આ જીત ત્રણ વર્ષ બાદ આવી છે. છેલ્લે વર્ષ 2021માં કોલકાતાએ દિલ્હીને હરાવ્યું હતું.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login