ડીસી સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ (ડીસીએસએએફએફ) દ્વારા વર્ષ 2023 માટેના પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ ફેસ્ટિવલ 1 થી 3 ડિસેમ્બર દરમિયાન યોજવામાં આવ્યો હતો અને વર્ચ્યુઅલ સ્ક્રીનીંગ 18 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. 19 ડિસેમ્બરે વર્ચ્યુઅલ સ્ક્રીનિંગ પછી કેટલાક પુરસ્કારોની જાહેરાત કરવામાં આવશે. આ વર્ષના ફિલ્મ ફેસ્ટિવલમાં 8 દેશોની 12 ભાષાઓની 60 ફિલ્મો દર્શાવવામાં આવી. જેમાં 16 પ્રીમિયર, 20 મહિલા નિર્દેશિત ફિલ્મો અને 11 ડોક્યુમેન્ટ્રીનો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ 'ફૂટપ્રિન્ટ્સ ઓન વોટર'ને મળ્યો છે.
ડીસી સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ 2012માં શરૂ થયો હતો. DC South Asian Arts Council Inc. (DCSAACI) ની રચના વર્ષ 2017માં કરવામાં આવી હતી. તે એક બિન નફાકારક સંસ્થા છે અને હવે તે દેશમાં વૈશ્વિક દક્ષિણ એશિયન કલાકારોની અગ્રણી સંસ્થાઓમાંથી એક બની ગઈ છે. દર વર્ષે સંસ્થાના ફિલ્મ, સાહિત્યિક અને સંગીત ઉત્સવો થાય છે. અને તેમાં ભાગ લેવા વિવિધ પૃષ્ઠભૂમિના કલાપ્રેમીઓ અને દક્ષિણ એશિયાના પ્રેક્ષકો આતુર હોય છે. જએકબીજાની સંસ્કૃતિઓમાં ભાગ લેવા આતુર લોકો પણ તેનો હિસ્સો બને છે. સંસ્થા પાસે એક સમૃદ્ધ સલાહકાર બોર્ડ છે જેમાં એવોર્ડ વિજેતા દિગ્દર્શક, પટકથા લેખક અને સંસદ સભ્ય શ્યામ બેનેગલ, પ્રખ્યાત લેખિકા અને કવિયત્રી ચિત્રા બેનર્જી દિવાકરુણી જેવા કલા જગતના દિગ્ગજ લોકોનો સમાવેશ થાય છે.
* લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ દિગ્દર્શક જમીલ દેહલવી
* શ્રેષ્ઠ ફીચર ફિલ્મ ફૂટપ્રિન્ટ્સ ઓન વોટર
* શ્રેષ્ઠ દિગ્દર્શક, ફીચર ફિલ્મ કમલી માટે સરમદ ખૂસત
* સ્પેશિયલ જ્યુરી મેન્ટેશન એવોર્ડ ફીચર ફિલ્મ ચલતી રહેગી જિંદગી
* વેબ સિરીઝ ફરાર માટે વિશેષ ઓળખ દિગ્દર્શક મેહરીન જબ્બાર
* બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરી કર્નલ કલસી
* બેસ્ટ શોર્ટ ફિલ્મ ધ લાસ્ટ માઈલ
* શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ જ્યુરીનો ઉલ્લેખ પેસેન્જર સીટ
* સામાજિક સંદેશ માટે શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ FortyFiveML
* શ્રેષ્ઠ દિગ્દર્શક શોર્ટ ફિલ્મ ઘોસ્ટ વોક માટે અનંત મહાદેવન
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login