ADVERTISEMENTs

મોસ્કોમાં નરસંહાર: કોન્સર્ટ હોલમાં થયેલ હુમલાની જવાબદારી ISIS એ લીધી.

ક્રોકસ સિટી હોલમાં બંદૂકધારીઓએ અંધાધૂંધી સર્જી, 60ના મોત, 145 ઘાયલ

ક્રોકસ સીટી હોલ જ્યાં આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. / @LopezPn

બુકાની પહેરેલા બંદૂકધારીઓએ શુક્રવારે મોસ્કો નજીક ક્રોકસ હોલમાં ચાલી રહેલ કોન્સર્ટમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓના હુમલામાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા હતા અને 145 અન્ય ઘાયલ થયા હતા.

રશિયાની રાજધાની મોસ્કોમાં સ્થિત 6,200ની ક્ષમતા ધરાવતા ક્રોકસ સિટી હોલ ખાતે રોક ગ્રૂપ 'પિકનિક' ના કોન્સર્ટ પહેલા હુમલાખોરોએ ઓટોમેટિક હથિયારોથી નાગરિકોને નિશાન બનાવ્યા હતા. પ્રકાશિત થયેલા વીડિયોમાં જોવા મળે છે કોન્સર્ટ શરુ થતાં પહેલા દર્શકો પોતાનું સ્થાન લઈને બેસ્યા હતા અને અચાનક જ અંધાધૂંધ ફાયરિંગ શરુ કરવામાં આવ્યું હતું. જેમાં ગોળીબારના અવાજ વચ્ચે લોકોની ચિચિયારીઓ સંભળાઈ હતી. કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય કેટલાક વીડિયોમાં હુમલાખોરો લોકોના જૂથો પર ગોળીબાર કરતા કેદ થયા હતા, જ્યારે કેટલાક ઘાયલો લોહીથી લથપથ અવસ્થામાં પડ્યા હતા.
રશિયાના તપાસ અધિકારીઓએ મૃત્યુઆંક 60થી વધુ હોવાની પુષ્ટિ કરી છે, જ્યારે હોસ્પિટલના અધિકારીઓએ આશરે 145 લોકો ઘાયલ થયાના અહેવાલ આપ્યા છે, જેમાં આશરે 60ની હાલત ગંભીર છે.

ઇસ્લામિક સ્ટેટ (આઇએસઆઇએસ) એ શુક્રવારે મોસ્કો નજીક ક્રોકસ સિટી હોલમાં થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે. આઇએસઆઇએસ દ્વારા ચલાવવામાં આવતી અને ઉગ્રવાદી સંગઠન સાથે સંકળાયેલી સોશિયલ મીડિયા ચેનલો પર પ્રસારિત એક નિવેદનમાં, આતંકવાદી જૂથે આ ઘટના માટે જવાબદારી સ્વીકારી હતી. જોકે, આ ઘોષણા સાથે કોઈ નક્કર પુરાવા નહોતા.

 



પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આ જઘન્ય આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને રશિયન સરકાર સાથે એકતા દર્શાવી હતી. "અમે મોસ્કોમાં થયેલા ઘોર આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ". અમારી પ્રાર્થના પીડિતોના પરિવારો સાથે છે. પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, દુઃખની આ ઘડીમાં ભારત રશિયન ફેડરેશનની સરકાર અને લોકો સાથે એકજૂથ થઈને ઊભું છે."

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related