ADVERTISEMENTs

ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં વિદેશમાં વસતા ભારતીયોનું યોગદાન

ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકોનું પણ છે. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલમાં આ વાત વધારે સ્પષ્ટ રીતે જાણવા મળે છે કે, વિદેશમાંથી આપણા દેશમાં નાણાં મોકલવાની બાબતમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે.

Currency / Google

અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકો

ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકોનું પણ છે. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલમાં આ વાત વધારે સ્પષ્ટ રીતે જાણવા મળે છે કે, વિદેશમાંથી આપણા દેશમાં નાણાં મોકલવાની બાબતમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોએ આ વર્ષે અંદાજે 125 બિલિયન ડોલરની રકમ ભારતમાં મોકલી છે. અગાઉ કરવામાં આવેલા અંદાજ કરતાં આ ઘણું વધારે છે. અમેરિકન શ્રમ બજાર અને યુરોપમાં વધતી રોજગારીનો તેમાં ખૂબ મોટો ફાળો છે."

વિશ્વ બેંકનો રિપોર્ટ

વિશ્વ બેંકના રિપોર્ટમાં રેમિટેંસને લઈને ઘણી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. અહેવાલ છે કે ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં આ વર્ષે રેમિટેંસ 3.8 ટકા વધીને 669 બિલિયન ડોલર થયું છે. વિકસિત દેશો અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સભ્ય દેશોએ તેમાં મોટી ભૂમિકા ભજવી છે. સૌથી વધુ રેમિટેંસ મેળવનારા દેશોની યાદીમાં અન્ય દેશો ભારત કરતાં ઘણા પાછળ છે. જ્યારે ભારતને વિદેશમાંથી 125 બિલિયન ડોલર મળ્યા છે, તે પછી મેક્સિકો ($67 બિલિયન), ચીન ($50 બિલિયન), ફિલિપાઇન્સ ($40 બિલિયન) અને ઇજિપ્ત ($24 બિલિયન) છે. જો આપણે સમગ્ર દક્ષિણ એશિયાની વાત કરીએ તો રેમિટેંસમાં 7.2 ટકાની સારી એવી વૃદ્ધિ જોવા મળી છે.

રિપોર્ટમાં આવતા વર્ષે રેમિટેંસમાં ઘટાડાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જેનું મુખ્ય કારણ વિશ્વની આર્થિક પરિસ્થિતિ છે. ઊચીં આવક ધરાવતા દેશોમાં ઓછી થતી આર્થિક પ્રવૃતિઓ જવાબદાર હશે અને તેના કારણે બજારમાં રોજગારીમાં ઘટાડો જોવા મળી શકે છે. જેના કારણે આવતા વર્ષે રેમિટેંસમાં 3.1 ટકાનો જ વધારો જોવા મળી શકે છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related