સુરત લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી નું ફોર્મ રદ થયા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ હતી. છેલ્લા છ દિવસથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો કોઈ અતોપતો હતો નહીં, સુરતમાં તેઓના વિરોધમાં કોંગ્રેસ દ્વારા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા અને આજે અચાનક છ દિવસ બાદ તેમનો વીડિયો સામે આવ્યો હતો
ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. કોંગ્રેસના કાર્યકરો સહીત આપના કાર્યકરો માં નિલેશ કુંભાણીને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. કાર્યકરોએ સુરત ખાતેના તેમના ઘરે ઘરે 'જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો' જેવા બેનર લઈને દેખાવ કર્યો હતો. આ સાથે જ કોંગ્રેસની શિસ્ત સમિતિએ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. આવા સમયે નિલેશ કુંભાણી અચાનક જ પ્રગટ થયા છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે કહયુ કે હું મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો, મારી બાબુભાઈ માગુંકિયા સાથે મારી વાત થઈ હતી. મે સગા સંબધીને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાઈ ડરવાની જરુર નથી. બધાનો સાથ સહકાર લઈને પીટીસન દાખલ કરવા અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોના ઈશારે કોંગ્રેસના કાર્યકરો અહીં ઘરે આવીને અને મારો વિરોધ પ્રદર્શન કરીને મને પરત ફરવા મજબૂર કર્યો હતો.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login