ઈ-કોમર્સ કંપની એમેઝોને તેના પ્લેટફોર્મ પર રામ મંદિરના પ્રસાદના નામે મીઠાઈ વેચનારા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરી છે. કંપનીએ પ્લેટફોર્મ પરથી રામ મંદિરનો પ્રસાદ વેચવાનો વિકલ્પ હટાવી દીધો છે. તાજેતરમાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ આ મામલે કંપનીને નોટિસ ફટકારી હતી.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ આ મામલે CCPAને ફરિયાદ કરી હતી. આ પછી CCPAએ નોટિસ પાઠવીને એમેઝોનને સાત દિવસમાં જવાબ આપવાનું કહ્યું હતું. CCPA એ એમ પણ કહ્યું કે જો એમેઝોન સમયસર જવાબ આપશે નહીં, તો તેની સામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ કાર્યવાહી અંગે એમેઝોને મીડિયાને જણાવ્યું કે તેમને CCPA તરફથી માહિતી મળી છે કે કેટલાક વિક્રેતાઓ એમેઝોન પ્લેટફોર્મ પર ખોટા દાવા સાથે પ્રોડક્ટ્સ વેચી રહ્યા છે. અમે તેમની તપાસ શરૂ કરી. અમારી પોલિસી મુજબ, અમે આ વિક્રેતાઓ સામે યોગ્ય પગલાં લઈ રહ્યા છીએ.
CCPAએ જણાવ્યું કે શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદના દાવા સાથે એમેઝોન પર ઘણી ખાદ્યચીજો વેચવામાં આવી રહી છે. જેના કારણે ગ્રાહકોને પ્રોડક્ટ વિશે ખોટી માહિતી આપવામાં આવી રહી હતી. આ ચીજોમાં શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ-રઘુપતિ ઘીના લાડુ, અયોધ્યા રામ મંદિર અયોધ્યા પ્રસાદ, ખોયા ખોબી લાડુ, રામ મંદિર અયોધ્યા પ્રસાદ-દેશી ગાયના દૂધના પેડા નામના ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
હાલના દિવસોમાં વોટ્સએપ પર એક મેસેજ ફરતો થઈ રહ્યો છે. શુભેચ્છા સંદેશની સાથે લખવામાં આવ્યું છે કે તમને રામ મંદિરમાં દર્શન માટે VIP પાસ આપવામાં આવી રહ્યો છે. આ સંદેશ સાથે એક લિંક મોકલવામાં આવી રહી છે.
મેસેજમાં કહેવામાં આવ્યું છે કે આ લિંક પર જઈને આ એપ ઇન્સ્ટોલ કરો અને ફ્રી VIP પાસ મેળવો. આ સંદેશ છેતરપિંડી છે. સાયબર ઠગ હાલમાં રામ લલ્લાના દર્શન માટે VIP પાસ અપાવવાના નામે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login