૨૨ જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો અવસર એક ઐતિહાસિક ક્ષણ બની રહેવાની છે. ત્યારે આ ક્ષણના સાક્ષી બનવા ભારતની અનેક ખાનગી કંપનીઓએ તેમના કર્મચારીઓ માટે રજા જાહેર કરી છે. હવે કેન્દ્ર સરકારે પણ આ દિવસે ભારતમાં તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓમાં બપોરે 2:30 વાગ્યા સુધી અડધો દિવસ રજાની જાહેરાત કરી છે. જેથી ભક્તો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિહાળી શકે. તમામ સરકારી કચેરીઓમાં ૨૨ જાન્યુઆરીએ બપોરે ૨.૩૦ વાગ્યા બાદ કામકાજ શરૂ થશે. ત્યારે રાજ્ય સરકારો પણ આ અંગે નિર્ણય લે તેવી માગ થઇ રહી છે. પાંચ રાજ્યોની સરકારે અગાઉથી જ 22 જાન્યુઆરીએ રજા જાહેર કરી છે. આ રાજ્યોમાં હરિયાણા, ગોવા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢનો સમાવેશ થાય છે.
ઉત્તર પ્રદેશમાં 22 જાન્યુઆરીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો અનુસાર, રામમંદિરના 'પ્રાણપ્રતિષ્ઠા' સમારોહને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. તેમજ તે દિવસે સમગ્ર રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રહેશે.
મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવે મધ્યપ્રદેશમાં 22 જાન્યુઆરીએ શાળાઓમાં રજા જાહેર કરી છે. આ દિવસને તહેવારની જેમ ઉજવવા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. દારૂ અને ભાંગની દુકાનો બંધ રાખવાનો આદેશ જાહેર કરતી વખતે મોહન યાદવે રાજ્યમાં 22 જાન્યુઆરીને 'ડ્રાય ડે' તરીકે પણ જાહેર કર્યો છે.
ગોવાની સરકારે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામજન્મભૂમિ મંદિરમાં 'પ્રાણપ્રતિષ્ઠા' સમારોહને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ સરકારી કર્મચારીઓ અને શાળાઓ માટે રજાની પણ જાહેરાત કરી છે.
છત્તીસગઢ સરકારે રાજ્યની તમામ સરકારી શાળાઓ અને કોલેજોમાં 22 જાન્યુઆરીએ રજા જાહેર કરી છે. હરિયાણા સરકારે પણ 22 જાન્યુઆરીએ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. ઉપરાંત, પ્રાણપ્રતિષ્ઠા સમારોહના દિવસે રાજ્યમાં ક્યાંય પણ દારૂ પીવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
મંત્રીઓને 22 જાન્યુઆરીએ તેમના ઘરે દીવા પ્રગટાવવા અને ગરીબોને ભોજન કરાવવાનું કહેવામાં આવ્યું હતું. દિવાળીની જેમ ઉજવણી કરવાનું કહેવામાં આવ્યું છે. 22 જાન્યુઆરી પછી પોતપોતાના સંસદીય ક્ષેત્રના લોકોને પણ ટ્રેનોમાં અયોધ્યા જવા માટે કહેવામાં આવ્યું છે. તેની સંપૂર્ણ વ્યવસ્થા કરવા અને તેમની સાથે ટ્રેનમાં અયોધ્યા જવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આ બધું એટલી સાદગી સાથે કરવું જેથી સૌહાર્દ અને સદ્ભાવ જળવાઈ રહે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login