ADVERTISEMENTs

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે હિંદુ અમેરિકનો દ્વારા કાર રેલી યોજાઈ

વિશ્વભરમાં વસતા હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે અયોધ્યાનું રામ મંદિર. અયોધ્યાના રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. ત્યારે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનને લઈ ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેતા હિન્દુઓમાં ઉત્સાહનો માહોલ છે.

VHP RALLY USA / Google

હિંદુ અમેરિકનો દ્વારા કાર રેલી યોજાઈ

વિશ્વભરમાં વસતા હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે અયોધ્યાનું રામ મંદિર. અયોધ્યાના રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. ત્યારે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનને લઈ ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેતા હિન્દુઓમાં ઉત્સાહનો માહોલ છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં હિન્દુઓએ 'ચાલો અયોધ્યા'ના નારા સાથે શ્રી ભક્ત અંજનેય મંદિરમાં કાર અને બાઈક રેલી યોજી હતી. રેલી દરમિયાન વાહનો પર ભગવો ધ્વજ લહેરાવ્યો હતો. આ રેલીનું આયોજન 'અયોધ્યા વે' સ્ટ્રીટમાં કરાયું હતું.

હિંદુઓ દ્વારા 500 વર્ષના સંઘર્ષ પછી, ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

બાળકોથી લઇ અને વૃદ્ધો સુધી સૌ આ રેલીમાં જોડાયા હતા.આ કાર્યક્રમના આયોજકોમાંના એક, અમેરિકા ડીસી ચેપ્ટરના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ મહેન્દ્ર સાપાએ જણાવ્યું કે, રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ વોશિંગ્ટન ડીસીમાં ઐતિહાસિક ઉજવણીનું આયોજન કરી રહ્યા છીએ. "હિંદુઓ દ્વારા 500 વર્ષના સંઘર્ષ પછી, ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. ત્યારે અમે 20 જાન્યુઆરી, 2024ના રોજ વોશિંગ્ટન ડીસી વિસ્તારમાં લગભગ 1000 અમેરિકન હિંદુ પરિવારો સાથે ઐતિહાસિક ઉજવણીનું આયોજન કરી રહ્યા છીએ. આ ઉજવણીમાં રામ મંદિરનો સમાવેશ થશે. આ ઉજવણીમાં શ્રી રામ લલ્લાની વાર્તાઓ, પ્રાર્થનાઓ અને ભજનનું પણ આયોજન કરવામાં આવશે". 

અન્ય એક સહ-આયોજક, અનિમેષ શુક્લાએ જણાવ્યું હતું કે, ઉજવણીમાં ભગવાન શ્રી રામના જીવન પ્રસંગો વિવિધ ઉંમરના બાળકો અને સાથે જ અમેરિકાના બાળકો સમજી શકે તે રીતે દર્શાવવામાં આવશે. એક સહ-આયોજક અને સ્થાનિક તમિલ હિંદુ નેતા, પ્રેમકુમાર સ્વામીનાથને તમિલમાં ભગવાન શ્રી રામની સ્તુતિ કરતું ગીત રજુ કર્યુ હતું. તેમણે તમામ પરિવારોને યુએસમાં 20 જાન્યુઆરીની ઉજવણી માટે તેમજ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ઉદ્ઘાટન માટે આમંત્રણ પણ આપ્યું હતું.

અમેરિકન સંસ્કૃતિના આદર્શ નાગરિક બનવા માટે અયોધ્યા મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટનને યાદ રાખવું

કાર રેલીના આયોજક કૃષ્ણ ગુડીપતિએ ભગવાન રામના તમામ ભક્તોને અયોધ્યા મંદિરની ઉજવણી માટે મોટી કાર અને બાઇક રેલી માટે આમંત્રણ આપ્યું હતું. અમેરિકામાં જન્મેલી બીજી પેઢીના સ્થાનિક હિંદુ નેતા અંકુર મિશ્રાએ સમજાવ્યું કે, હિંદુ પરિવારોની ઘણી પેઢીઓ માટે અમેરિકન સંસ્કૃતિના આદર્શ નાગરિક બનવા માટે અયોધ્યા મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટનને યાદ રાખવું કેટલું મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રહેતા હિન્દુ નાગરિકો રામ મંદિરના ઉદ્ધાટનનો જશ્ન મનાવવા માટે દરેક ઘરમાં પાંચ દીવડા પ્રગટાવશે. અમેરિકામાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ શહેરોમાં રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. રામ મંદિરના ઉદ્ધાટનનું લાઈવ સ્ક્રીનિંગ અને સામુદાયિક સભાઓનું આયોજન કરવામાં આવશે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related