ભારતીય અમેરિકાનો અને દક્ષિણ એશિયન લોકોના રહેણાંક વિસ્તારમાં છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી થઇ રહેલ ઘરફોડ ચોરીના કેસમાં કિર્કલેન્ડ પોલીસે પાંચ શકમંદ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં ખુલાસો થયો હતો કે, આ શંકાસ્પદો દ્વારા કિર્કલેન્ડ અને આસપાસના વિસ્તારોમાં 17 ઘરફોડ ચોરીઓ કરવામાં આવી હતી.
ફેબ્રુઆરીમાં ઈસ્ટસાઇડ ભારતીય અમેરિકન અને દક્ષિણ એશિયન સમુદાયોના સભ્યો દ્વારા અરજી કરવામાં આવી હતી તેને આધારે આ તપાસ શરુ કરાઈ હતી. સ્થાનિકોએ તેમની આસપાસમાં એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરીને કરવામાં આવતી ચોરીઓ અંગે જણાવ્યું હતું. કિર્કલેન્ડ ઓથોરિટી દ્વારા છેલ્લા કેટલાક માસમાં થયેલ ક્રાઇમ ડેટા મેળવીને એનાલિસિસ કરવામાંઆવ્યું હતું. જેમાં નોંધ્યું હતું કે, આ સમયગાળા દરમ્યાન ચોરીના કિસ્સાઓમાં વધારો થયો છે.
ફેબ્રુઆરીના અંતમાં સીસીટીવી અને સર્વેલન્સ ફૂટેજ તેમજ સ્થાનિકો દ્વારા મળેલી માહિતીને આધારે ચોક્કસ થયું હતું. જેના આધારે શંકાસ્પદ વ્યક્તિઓ અને ક્રાઇમ માટે તેમણે વાપરેલા ભાડાના વાહનોની નંબર પ્લેટ વગેરે કબ્જે કરવામાં આવ્યું હતું. અહીં નોંધનીય બાબત એ છે કે, પોલીસ દ્વારા પકડવામાં આવેલ પાંચ શકમંદો પૈકી એક જે કેલિફોર્નિયાના પામડેલ નો રહેવાસી છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે અવારનવાર કેલિફોર્નિયા અને વોશિંગટન વચ્ચે મુસાફરી કરતો હતો. આ દરમ્યાન તે પોલીસ થી અચવા ભાડાની ગાડીઓનો ઉપયોગ કરતો હતો.
Early Sunday morning, Kirkland Police, along with partner agencies, arrested 5 individuals from California believed to be behind 17 burglaries throughout the region. More info here: https://t.co/WQSEyusmEc pic.twitter.com/GneDZIM21v
— Kirkland Police (@KirklandWAPD) March 28, 2024
આ ગેંગ વાહનો ભાડે આપવા તેમજ લાયસન્સ વળી નંબર પ્લેટને ચોરાયેલી નંબર પ્લેટથી બદલી કાઢવાનો પણ ધંધો કરતા હતા. પુરાવાની ટ્રાયલ દરમ્યાન રેડમન્ડમાં એક ભાડાના મકાન ની તલાશી લેવામાં આવતા આ પાંચેય શકમંદો પોલીસના હાથે ઝડપાયા હતા. જે તમામ સાઉથ કેલિફોર્નિયાના વતની છે. આ તમામ સામે પોલીસે કિર્કલેન્ડ, કિંગ કાઉન્ટી અને સ્નોહોમિશ કાઉન્ટીમાં થયેલી ચોરીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
તેમની પાસેથી જપ્ત કરવામાં આવેલ સાધનોનો ઉપયોગ તેઓ ઘરના લોક તોડવા તેમજ સર્વેલન્સ ને નિષ્ફળ બનાવવા માટે કરતા હતા. વધુમાં પોલીસે જે ભાડાના મકાન પર રેડ કરી હતી ત્યાંથી ચોરાયેલી વસ્તુઓ, 17000 યુએસ ડોલરથી વધુની રોકડ અને ડિઝાઈનર બેગ્સ મળી આવ્યા હતા. તમામ આરોપીઓને હાલ કિંગ કાઉન્ટીની જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login