ADVERTISEMENTs

ગુજરાતમાં તમામ બેઠકો 5 લાખની લીડથી જીતવાનું ભાજપનું સ્વપ્ન રોળાયું.

ગુજરાતમાં તમામ 26 બેઠક માટે હેટ્રીકની તો વાત કરવામાં આવી હતી પરંતુ તેની સાથે ભાજપે તમામ 25 બેઠક પર પાંચ લાખથી ઓછી લીડ નહી મળે તેવો દાવો કરવામા આવ્યો હતો.

પ્રતીકાત્મક તસ્વીર / CANVA

દેશની લોકસભાની ચૂંટણી યોજતા પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગુજરાતની તમામ બેઠક પર પાંચ લાખથી વધુ લીડનો દાવો કર્યો હતો. પાટીલ દ્વારા કરાયેલ આ દાવો દક્ષિણ ગુજરાતમાં નવસારીને બાદ કરતાં પોકળ સાબિત થયો છે. દક્ષિણ ગુજરાતની વલસાડ અને બારડોલી બે બેઠક પર ભાજપનો વિજય થયો છે પરંતુ બે લોકસભા મળીને પાંચ લાખ પુરી લીડ મળી નથી જે સુરત અને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

લોકસભાની ચૂંટણી જાહેર થવા સાથે જ સુરત બેઠક સામ દામ દંડ ભેદ સાથે બિનહરીફ જાહેર થઈ હતી. જેમાં ભાજપના મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. તેની સાથે ગુજરાતમાં તમામ 26 બેઠક માટે હેટ્રીકની તો વાત કરવામાં આવી હતી પરંતુ તેની સાથે ભાજપે તમામ 25 બેઠક પર પાંચ લાખથી ઓછી લીડ નહી મળે તેવો દાવો કરવામા આવ્યો હતો. જોકે, દક્ષિણ ગુજરાતના નવસારી બેઠક પર જ્યાં ભાજપના પ્રદેશ  પ્રમુખ સી.આર. પાટીલ ચૂંટણી લડી રહ્યાં છે તેમાં તેઓએ પોતાનો જ રેકોર્ડ તોડીને 7 લાખથી વધુની લીડ મેળવી છે. પરંતુ તેની સાથે દક્ષિણ ગુજરાતની બારડોલી અને વલસાડ બેઠક પર જે દાવો કર્યો હતો તેના કરતાં અડધી લીડ પણ મેળવી શક્યા નથી.

પાંચ લાખના દાવા સામે વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલને 2.13 લાખની લીડ અને બારડોલીના પ્રભુ વસાવાને 2.46 લાખની લીડ મળી છે. આ બન્ને બેઠકની લીડ ભેગી કરે તો પણ પાચ લાખની લીડ થઈ શકી નથી. જેના કારણે ભાજપના પાંચ લાખથી જીતનો દાવો દક્ષિણ ગુજરાતમાં પોકળ સાબિત થયો હોવાની ચર્ચા સુરત અને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં હોટ ટોપિક બની ગઈ છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related