ભારતીય મૂળના અમેરિકન અબજોપતિ વિનોદ ખોસલાએ બિડેન સરકારના વહિવટીતંત્ર દ્વારા રેલ પરિવહનમાં રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હોવાની ટીકા કરી છે. ખોસલાએ જણાવ્યું હતું કે, આધુનિક જાહેર પરિવહન વિચારણાઓની તુલનામાં રેલ એક અપ્રચલિત વિચાર હોઈ શકે છે. x પર રાષ્ટ્રપતિ બિડેનની સોશિયલ મીડિયા પોસ્ટમાં પેસેન્જર રેલમાં 66 બિલિયન ડોલરના રોકાણનો દાવો કરવામાં આવ્યો છે. જે એમટ્રેકના નિર્માણ પછીનો સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. એમટ્રેકને ટેકો આપવા માટે જાણીતા બિડેન મોટાપાયે પરિવહન આધુનિકીકરણ હેઠળ રેલ સુધારણાને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખવામાં સક્ષમ હોવાના રિપોર્ટ પણ હાલ મળી રહ્યાં છે.
તો બીજી તરફ બિડેનની પોસ્ટના જવાબમાં ખોસલાએ લખ્યું છે કે 'રેલ થોડા સમય પહેલાં જ બરાબર થઇ શકતી હતી. પરંતુ આજે તે એક અપ્રચલિત ખ્યાલ છે. આધુનિક જાહેર પરિવહનની તુલનામાં તે ખૂબ જ અસુવિધાજનક અને ખૂબ ખર્ચાળ છે. વધુમાં કહ્યું કે આ શરમજનક છે કે પરિવહનની અન્ય પ્રણાલીઓને ધ્યાનમાં લેવામાં આવી રહી નથી'
તો બિડને તેમનાં ટ્વીટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાયદામાંથી પેસેન્જર રેલમાં નોંધપાત્ર રોકાણ વિશે જણાવ્યું હતું, વિલ્મિંગ્ટન, ડેલવેર અને વોશિંગ્ટન, ડીસી વચ્ચેની નિયમિત ટ્રેનની સફરથી ઉદ્દભવેલા એમટ્રેક સાથેના રાષ્ટ્રપતિના ઐતિહાસિક સંબંધોએ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટેની તેમની પ્રતિબદ્ધતાને વેગ આપ્યો છે.
કહી શકાય કે, બાઈડન તેમની સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન રેલ રોકાણ માટે ખડેપગે રહ્યા છે, જેમાં એમટ્રેકને સમર્થન અને હાઇ-સ્પીડ રેલના વિસ્તરણનો પણ સમાવેશ થાય છે. તેમના વહીવટીતંત્રની માળખાકીય યોજનાઓ એમટ્રેકના બાઇડનના સતત સમર્થન સાથે સુસંગત, પરિવહન પડકારોનો સામનો કરવા અને ટકાઉ મુસાફરીને પ્રોત્સાહન આપવાના મહત્વાકાંક્ષી લક્ષ્યોને રેખાંકિત કરે છે. આમ છતાં ખોસલાની આ ટીકા હાલની સ્થિતિમાં રેલ મુસાફરીના વ્યવહારિકકરણ માટે તેની સુસંગતતા વિશે વ્યાપક ચર્ચાને આમંત્રણ આપે છે. તેઓ દલીલ કરે છે કે રેલ વધુ આધુનિક જાહેર પરિવહન વિકલ્પોની તુલનામાં અસુવિધાજનક અને ખર્ચાળ હોઈ શકે છે, અન્ય નવી સિસ્ટમોને ધ્યાનમાં લેવાની જરૂરિયાતને પણ આકર્ષિત કરે છે.
અમેરિકામાં લાંબા અંતરની મુસાફરીની વાત આવે ત્યારે પેસેન્જર રેલ અને હવાઇ મુસાફરી વચ્ચે સ્પર્ધા થાય અને રેલવે સામે એ મોટો પડકાર માનવામાં આવે છે. ઓછી વસ્તી ગીચતા અને ચોક્કસ વિસ્તારોમાં લોકો કાર દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે અને તેને કારણે રેલવેની મુસાફરી અપનાવશે કે કેમ તે એક મોટો પડકાર છે.
ખોસલાની ટિપ્પણી સૂચવે છે કે ઓછી કિંમતની એરલાઇન્સ, બસો સાથેની સ્પર્ધા અને બદલાતી પરિવહનની આદતો સામે પ્રતિકાર વચ્ચે લોકપ્રિયતા મેળવવા માટે રેલ સેવાઓએ મોટો સંઘર્ષ કરવો પડશે. ખોસલાની ટીકા યુનાઇટેડ સ્ટેટ્સમાં રેલના ભાવિની આસપાસની જટિલતાઓ અને ચર્ચાને રેખાંકિત કરે છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login