ADVERTISEMENTs

બિલકિસ બાનો હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો નિર્ણય બદલ્યો, દોષિતોને સજામાં મળેલી છૂટ રદ કરી

બિલકિસ બાનો કેસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના બિલકિસ બાનો કેસના દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

Supreme Court / Google

બિલકિસ બાનો હત્યા કેસ

બિલકિસ બાનો  કેસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના બિલકિસ બાનો કેસના દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો છે. આ સાથે કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે. SCએ કહ્યું, મહિલાઓ સન્માનની હકદાર છે.

ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. ત્યારે ૮ જાન્યુઆરી, સોમવારે સર્વોચ્ચ અદાલતે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો છે અને દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ્દ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો નિર્ણય બદલ્યો

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. ખંડપીઠે ગયા વર્ષે 12 ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસની કોર્ટમાં સતત 11 દિવસ સુધી સુનાવણી ચાલી. સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારોએ ગુનેગારોની સજા માફી સંબંધિત મૂળ રેકોર્ડ રજૂ કર્યા હતા. ગુજરાત સરકારે દોષિતોને માફ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુનેગારોની સમય પહેલા મુક્તિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. જો કે, કોર્ટે કહ્યું હતું કે તે સજા માફીની વિરુદ્ધ નથી, પરંતુ તે સ્પષ્ટ થવું જોઈએ કે દોષિત કેવી રીતે માફી માટે પાત્ર બન્યો.

અગાઉ 30 સપ્ટેમ્બર, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે શું ગુનેગારોને માફી માંગવાનો મૂળભૂત અધિકાર છે? આ અધિકાર પસંદગીપૂર્વક આપવો જોઈએ નહીં. અગાઉ, એક દોષિત માટે હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું હતું કે સજા માફ કરવાના આદેશથી દોષિતને સમાજમાં ફરીથી જોડાવા માટે આશાનું એક નવું કિરણ મળ્યું છે અને તે કમનસીબ ઘટનાઓ માટે ખેદ વ્યક્ત કરે છે જેણે તેને દુઃખ પહોંચાડ્યું છે. લુથરાએ દોષિતોની વહેલી મુક્તિનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા 13 મે, 2022 ના રોજના આદેશ દ્વારા આ મુદ્દો ઉકેલવામાં આવ્યો હતો.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related