ભારતના ઉત્તર પ્રદેશની ઐતિહાસિક નગરી અયોધ્યામાં આવેલા રામમંદિર ખાતે પ્રભુ શ્રીરામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર ભારતના હિંદુઓના સંસ્કૃતિલક્ષી મૂલ્યો માટેના યુદ્ધને નવી વ્યાખ્યા આપશે.
ઉત્તર પ્રદેશ રાજ્યમાં સાશન તેમજ દેશમાં શાસક પક્ષ એવી ભારતીય જનતા પાર્ટી તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાના સ્વયંસેવકોએ છેલ્લા 30 વર્ષોમાં શ્રી રામના જન્મસ્થળ પર મંદિર બનાવવાની ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી છે, આ ચળવળની સફળ પરાકાષ્ઠા એ 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ'ના સૌથી ગહન અભિવ્યક્તિઓમાંનું એક છે. ભારતીય સમાજનો એક મોટો વર્ગ હવે 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ'ને ખોવાયેલા ગૌરવને પુનઃપ્રાપ્ત કરી દેશને આગળ લઈ જવાના માર્ગ તરીકે જુએ છે.
રામ મંદિર નિર્માણનો સંઘર્ષ 492 વર્ષો સુધી ચાલ્યો. જેની શરૂઆત મુઘલ સમ્રાટ બાબરની સેના દ્વારા અયોધ્યામાં રામ મંદિરના ધ્વંસ પછી થઈ હતી. આરએસએસ અને ભાજપ માટે બાબર આક્રમણખોર હતો. તેણે સાંસ્કૃતિક મૂલ્યોના એવા સમૂહનું પ્રતિનિધિત્વ કર્યું જે સહ-અસ્તિત્વમાં માનતા ન હતા જ્યારે ભગવાન શ્રીરામ એવા સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે જે 'વસુધૈવ કુટુંબકમ' (સમગ્ર વિશ્વ એક પરિવાર છે)ના વિચારોમાં માને છે. રામ મંદિર નિર્માણના સંઘર્ષને સાંસ્કૃતિક મૂલ્યો વચ્ચેની અથડામણ તરીકે પણ જોઈ શકાય. બાબર અને તેણે રામ મંદિરનો નાશ કરીને જે મસ્જિદ જેવું માળખું બનાવ્યું તે 'અસહિષ્ણુતા'નું પ્રતિક છે જે ભારતીય સમાજની ઓળખ નથી.
શ્રીરામ જન્મભૂમિ મંદિરના અવશેષ પર બાંધવામાં આવેલી બાબરી મસ્જિદનું વિવાદિત માળખું જાણીતુ બન્યુ તે એક મોટી રચનાનું પ્રતિનિધિત્વ હતું, જેની શરૂઆત ઈ.સ 712માં થઈ હતી જ્યારે મુસ્લિમ આક્રમણખોરોએ ભારત પર હુમલો કરવાનો શરૂ કર્યુ. દરેક હુમલા બાદ મંદિર તોડી મસ્જિદ અને મદરેસાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઈ.સ 712માં મહોમ્મદ બિન કાસિમે સિંધ (તે વખતે અવિભાજિત ભારતમાં પરંતુ હવે પાકિસ્તાનનો ભાગ) પર આક્રમણ કર્યું હતુ. તેણે વિવિધ હિન્દુ સંસ્થાનો તોડી પડ્યા હતા અને મોટી સંખ્યામાં હિન્દુઓને બળપૂર્વક ઈસ્લામમા પરિવર્તિત કર્યા.
ઈ.સ 1000માં મહમુદ ગઝનીએ ભારત પર હુમલો કર્યો અને રાજા જયપાલને હરાવ્યો. ઈ.સ 1008માં તેણે કાંગડા (હાલ હિમાચલ પ્રદેશમાં) જીત્યુ અને ઈ.સ 1011માં તેણે થાણેશ્ર્વર જીત્યુ જ્યાં તેણે ચક્રસ્વામી મંદિર સહિત સંખ્યાબંધ હિંદુ મંદિરોને તોડી પાડ્યા. ઈ.સ 1025માં તેણે સોમનાથ મંદિર (ગુજરાતમાં) તોડી પાડ્યું અને મુખ્ય પ્રતિમાના ટુકડા કરી નાખ્યા.
જાણીતા ઇતિહાસકાર સીતારામ ગોએલે પોતાના અગ્રણી પુસ્તક "હિન્દુ મંદિરો : શું થયું તેમને (ભાગ 1 અને 2)"માં હિન્દુ મંદિરોના વિનાશની વિગતવાર નોંધ લીધી છે. આ ભયાનક વિનાશનો સારાંશ આપતા ગોએલ કહે છે : "મુસ્લિમ સૈન્યના આગળ વધવાના માર્ગમાં આવતા તમામ મંદિરો પર હુમલો કરવામાં આવતો હતો; તેમની શાસ્ત્રોક્ત સંપત્તિ લૂંટી લેવામાં આવી હતી, નીચે પાડવામાં આવી હતી, કચરમાં પધરાવી દેવામાં આવતી, નેપ્થા સાથે બાળી નાખવામાં આવતી, ઘોડાની ખુર નીચે કચડી નાખવામાં આવતી હતી અને તેનો પાયામાંથી ત્યાં સુધી નાશ કરવામાં આવ્યો હતો કે આજે તેનો કોઈ પત્તો ન રહ્યો. મહમૂદ ગઝનીએ મથુરા ખાતે 1,000 મંદિરો અને કન્નૌજ અને તેની આસપાસના 10,000 મંદિરો લૂંટ્યા અને બાળી નાખ્યા. તેના અનુગામી ઈબ્રાહિમે ગંગા-યમુના નદીના પટમા અને માળવામા 1000 મંદિરો તોડી પાડયા હતા. મોહમ્મદ ઘોરીએ વારાણસીમાં બીજા 1,000 મંદિરોનો નાશ કર્યો. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં 1,000 મંદિરો તોડવા માટે હાથી કામે રાખ્યા હતા. બીજાપુરના અલી આદિલ શાહે કર્ણાટકમાં 200થી 300 મંદિરોનો નાશ કર્યો. કૈયમ શાહ નામના એક સૂફીએ તિરુચિરાપલ્લી ખાતે 12 મંદિરોનો નાશ કર્યો.
જોકે, આવી ચોક્કસ અથવા અંદાજિત ગણતરીઓ માત્ર થોડા કિસ્સાઓમાં જ ઉપલબ્ધ છે. મોટાભાગે આપણને જાણ કરવામાં આવે છે કે, "ઘણા મજબૂત મંદિરો ન્યાયના દિવસે ફૂંકાયેલા રણશિંગા બાદ પણ અડીખમ રહ્યા તેમને બાદમાં ઈસ્લામ દ્વારા જમીનદોસ્ત કરવામાં આવ્યા".
ઉપરોક્ત વિગતો ખુદ મુસ્લિમ ઈતિહાસકારોએ પોતે ઉપલબ્ધ કરાવી છે. ગોયલે તેમના મુખ્ય કાર્યમાં નિર્દેશ કર્યો છે(પૃ. 246). આમિર ખુસરો માટે આ તેમની કાવ્યાત્મક કલ્પના શક્તિ બતાવવાનો પ્રસંગ હતો. જ્યારે જલાલુદ્દીન ખિલજીએ તબાહી મચાવી હતી ત્યારે તેણે લખ્યું હતું કે, "મંદિરમાંથી એવી બૂમો ઉઠી કે જાણે બીજા મહમૂદનો જન્મ થયો હોય." અલાઉદ્દીન ખિલજી દ્વારા દિલ્હીની આસપાસ આવેલા મંદિરો ‘પ્રાર્થનામાં વાંકા વળવા’ અને 'પ્રણામ કરવા માટે બનાવવામાં આવ્યા’ હતા. જ્યારે સોમનાથનું મંદિર ધ્વસ્ત થયું અને તેના અવશેષ પશ્ચિમ દિશાના સમુદ્રમાં ફેંકવામાં આવ્યા ત્યારે તેમની કાવ્યાત્મક કલ્પના સર્વોત્તમ ઊંચાઈ પર પહોંચી. તેમણે લખ્યું, "સોમનાથનું મંદિર પવિત્ર મક્કા તરફ નમન કરવા માટે બનાવવામાં આવ્યું હતું, અને મંદિરે તેનુ માથુ નીચુ કર્યું અને સમુદ્રમાં કૂદકો લગાવ્યો, તેથી તમે એવું પણ કહી શકો કે મંદીરની ઈમારતે પહેલાં પ્રાર્થના કરી અને પછી સ્નાન કર્યું".
મુસ્લિમો સહિત ઘણા ઈતિહાસકારોએ એ જ રીતે બાબર દ્વારા ઈ.સ. 1528માં અયોધ્યામાં રામ મંદિરના ધ્વંસની નોંધ લીધી છે. તે ઘટના માત્ર ત્યાં મસ્જિદ બનાવવા માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંદેશ આપવા માટે પણ આકાર પામી હતી કે આ 'સહિષ્ણુ' લોકો પર 'અસહિષ્ણુ' લોકોની જીત છે. તે હિંદુ સમાજ દ્વારા રજૂ કરાયેલા મૂલ્યોના સમૂહ પર ઈસ્લામની કટ્ટરવાદી વિચારધારાનો વિજય હતો. એટલા માટે જ રામ મંદિર પુનઃનિર્માણને 1983થી આંદોલન ચલાવનારા દ્વારા ધાર્મિક બાબત કરતા વધુ મહત્વ આપવામા આવતુ હતુ. તેઓ શરૂઆતથી જ પોતાના અધિકાર વિશે સ્પષ્ટ હતા કે અયોધ્યામાં રામ મંદિર સાંસ્કૃતિક મૂલ્યોના સમૂહને પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી છે જે સહનશીલતા અને સહઅસ્તિત્વનું પ્રતિક છે. આ મૂલ્યોને ભૂતકાળમાં ભારતને વિશ્વનું આધ્યાત્મિક ગુરુ બનાવ્યો હતો અને તે જ ભારતને વિશ્વનો માર્ગ બતાવવામાં મદદ કરશે.
(આ લખનાર લેખક અને કટારલેખક છે. તેમણે "રામજન્મભૂમિ : સત્ય, પુરાવા, વિશ્વાસ" નામના પુસ્તક સહિત 15થી વધુ પુસ્તકોનું સહલેખન કર્યુ છે. વ્યક્ત કરેલા વિચારો વ્યક્તિગત છે)
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login