ADVERTISEMENTs

અયોધ્યા " એક અજેય શહેર "

અયોધ્યાનુ ઐતિહાસિક અને દંતકથા સમાન શહેર, જેને આપણે આજના અયોધ્યા તરીકે ઓળખીએ છે, તે કૌશલ વંશના હિંદુ દેવતા શ્રીરામનું જન્મસ્થળ છે અને સુપ્રસિદ્ધ મહાકાવ્ય રામાયણનું ઘટનાસ્થળ છે. અયોધ્યાને હિંદુ ધર્મના સાત સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાં પ્રથમ ગણવામાં આવે છે.

ડૉ કે. દયાનિધિ / Google

અયોધ્યા: અયોધ્યા" એક અજેય શહેર

અયોધ્યાનુ ઐતિહાસિક અને દંતકથા સમાન શહેર, જેને આપણે આજના અયોધ્યા તરીકે ઓળખીએ છે, તે કૌશલ વંશના હિંદુ દેવતા શ્રીરામનું જન્મસ્થળ છે અને સુપ્રસિદ્ધ મહાકાવ્ય રામાયણનું ઘટનાસ્થળ છે. અયોધ્યાને હિંદુ ધર્મના સાત સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાં પ્રથમ ગણવામાં આવે છે.

અયોધ્યા નગરી ઐતિહાસિક રીતે સાકેતા તરીકે જાણીતી હતી. આદિ પુરાણ જણાવે છે કે અયોધ્યાને "સાકેતા" કહેવામાં આવે છે કારણ કે તેની ભવ્ય ઇમારતો જાણે આ શહેરના મજબૂત હાથ તરીકે પ્રદર્શિત કરતી હતી.

કાલિદાસે ‘રઘુ વંશ’માં અયોધ્યાનો જે ઉલ્લેખ કર્યો છે તે વધુ વિસ્તૃત છે. તેમણે આ શહેરનું વર્ણન ત્રણ તબક્કામાં કર્યું છે: પ્રથમ તબક્કામાં અયોધ્યા રાજધાની હતી, દેખીતી રીતે કિલ્લેબંધી અને ચાર દરવાજા હતા. આયોજનની આ રીતને કારણે શહેરના આંતરિક સ્તરને પણ ચિહ્નિત કરતું હતુ. જે શેરીના અસંખ્ય સંદર્ભો, વિવિધ રીતના પુરમાર્ગ, રથ્ય, યુવેસા અને રાજપથ વગેરેમાં વર્ગીકૃત થયેલ છે. અને શહેરના કેન્દ્રમાં આવેલું શાહી સ્થાન અતિમહત્વનું હતું એવી પૂર્વધારણાને માન્યતા આપે છે.

કાલિદાસ સફેદ રંગની હવેલીઓ, સુસજ્જ મકાનો અને દરબાર હોલના વર્ણન સાથે શહેરની ભૌતિક શક્તિને વધુ રેખાંકિત કરે છે. કાલિદાસે શહેરી યોજનામાં બગીચાનું મહત્વ દર્શાવવા ઉદ્યાન અને શહેરની બહારના વિશાળ બગીચાઓનું ઉદાહરણ આપ્યું છે.

અયોધ્યા માત્ર એક વહીવટી કેન્દ્ર ન હતું પરંતુ વ્યાવસાયિક રીતે પણ એટલું મોટું હતું કે સરયુ નદીમાંથી પસાર થતાં વહાણની નજરે ચડ્યા વગર ન રહે. આ શહેરની શાહી શેરીઓ સમૃદ્ધ દુકાનોથી સુસજ્જ હતી. ઋષિ વાલ્મીકિ દશરથ રાજાની આ નગરીનું વર્ણાવે આ રીતે કરે છે, "સરયુ નદીના કિનારે સ્થિત કૌશલ નામનું એક મહાન રાજ્ય જે ખૂબ સમૃદ્ધ હતું અને તેમાં અયોધ્યા આવેલું હતું". માનવોના રાજા મનુએ પોતે આ શહેરનું નિર્માણ કર્યું હતું. તે આગળ વર્ણન કરે છે કે, 'જેમ દેવરાજ ઈન્દ્રએ સ્વર્ગને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું તેમ દશરથે અયોધ્યાને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતુ'.

વાલ્મીકિ રામાયણ મુજબ, કૌશલ સામ્રાજ્ય વિપુલ પ્રમાણમાં ધન અને ધાન્યથી સંપન્ન હતું. કૌશલ રાજ્યમાં આવેલું અયોધ્યા શહેર વિશ્વભરમાં પ્રખ્યાત હતું. શહેર શાહી રાજમાર્ગોથી ચમકતું હતું જેમને ફૂલોથી શણગારવામાં અને પાણીથી ભીના કરવામાં આવતા હતા. શહેર તોરણથી સજ્જ પ્રવેશદ્વારથી ઘેરાયેલું હતું. આ શહેરમાં ઘણા બધા ઉદ્યાન અને બગીચા, રત્નોથી જડેલા મહેલ અને સારી રીતે બાંધેલા મકાનો હતા. શહેર શેરડીના રસ જેવા સ્વાદવાળા પાણી અને ચોખાના દાણાથી ભરેલું હતું અને તેઓ વધુમાં જણાવે છે કે, અયોધ્યા શહેર કિલ્લાની દીવાલો અને ખાઈ દ્વારા સુરક્ષિત હતું. તે શહેરની બહાર બે યોજન સુધી પણ સુરક્ષાકવચથી ઘેરાયેલું હતું. તેના નામ પ્રમાણે તે અ-યોધ્યા એટલે કે અજેય શહેર હતું. ત્યાં બધા લોકો સુખી, સમૃદ્ધ અને સારા ગુણ ધરવાતા હતા.

અલવરના કુલશેખરાજેશ્વર રામ અવતારથી ખૂબ પ્રભાવિત હતા. તેમણે ભગવાન શ્રીરામ માટે ઘણા શ્લોક ગાયા છે. તેમના પેરુમલ થિરુમોપઝી કહે છે, અયોધ્યા કિલ્લેબંધીવાળી દિવાલોથી ઘેરાયેલી છે જેની લંબાઇ આકાશ સુધીની  છે. થૈથ્થિરિય અરન્યાકમ કહે છે ધૈવાનમપુરયોધ્યા (નિત્યસૂરીઓનાનિવાસસ્થાનનેઅયોધ્યાકહેવામાંઆવેછે). તેએવુંપણકહેછેકેપૂરીમહીરણમયઇમબ્રહ્માl વિવૈશાપ્રઅજીતમ ll” (બ્રહ્મા એ તે સ્થાનમાં સ્થતિ થાય છે જે સુવર્ણ છે અને જે અપરાજિત છે) તેને અયોધ્યા અથવા જેને દુશ્મનો દ્વારા ઘેરી ન શકાય તેવા નાગર તરીકે ઓળખવામાં આવે છે.

 

કમ્બ્રાયણમાં અયોધ્યાનું જોવા મળતું વર્ણન અજોડ છે. તેમાં પૂછે છે,

શું અયોધ્યા નગરી પૃથ્વીનો ચહેરો છે કે તેના ચહેરા પર તિલક છે,

શું તે લગ્નનો ખૂબ લાંબા સમયથી ચાલતો શુભ પ્રસંગ છે ?

શું તે છાતી ઉપર પહેરવામાં આવેલ રત્નજડિત ગળાનો હાર છે ?

શું તે રહેવાની જગ્યા છે? શું તે કમળ છે જેમાં મા લક્ષ્મી રહે છે ?

શું તે ભગવાન વિષ્ણુ દ્વારા પહેરવામાં આવેલ રત્નોથી જડેલી સોનાની પેટી છે?

શું તે દેવોની નગરી કરતા પણ ચડિયાતું કોઈ શહેર છે ? આપણે કઈ રીતે કહી શકીએ કે કઈ ?”

તે વધુમાં ઉમેરે છે કે,

"આ સીમાની દિવાલો વેદ જેવી જ છે કારણ કે તેનો અંત જોઈ શકાતો નથી,

તેઓ દેવો જેવા છે કારણ કે તેઓ પણ દેવોની દુનિયામાં પહોંચી ગયા છે,

તેઓ ઋષિમુનિ જેવા છે કારણ કે તેમનો પોતાની ભાવનાઓ પર નિયંત્રણ છે,

તેઓ મા દુર્ગા જેવા છે જે હરણ પર સવારી કરે છે કારણ કે તે બંને શહેરની રક્ષા કરે છે,

તેઓ દેવી કાલી જેવા છે, કારણ કે બંને યુદ્ધ માટે હાથમાં ભાલા ધરાવે છે, (ભાલા દિવાલો સાથે જોડાયેલા છે)

અને ભગવાન જેવા છે કારણ કે એ બંને સુધી પહોંચવું મુશ્કેલ છે.

અયોધ્યા અને તેની સુંદરતા, સમૃદ્ધિ, લોકોનું દયાળુ વલણ, શાસકોની બહાદુરી એ લાગવગ તમામ ભાષાના તમામ કવિઓને મોહિત કર્યા છે.

 

લેખક ચેન્નાઈની મદ્રાસ યુનિવર્સિટીમાં વૈષ્ણવ ધર્મ વિભાગના વડા છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related