ADVERTISEMENTs

ભારતીયોને આકર્ષતું અમેરિકા ખર્ચમાં પણ મોખરે

અમેરિકા જવું એ મોટાભાગના ભારતીયોનું સપનું રહ્યું છે ત્યારે અમેરિકા માત્ર રહેવા, સ્થાયી થવા અને નોકરી કરવા માટે ભારતીયોમાં પ્રખ્યાત નથી પરંતુ મુલાકાત લેવા માટે પણ ખૂબ જ આકર્ષક છે.

વર્ષ 2023માં 17 લાખ ભારતીય પ્રવાસીઓ અમેરિકા આવ્યા હતા. / સૌજન્ય સોશિયલ મીડિયા

ભારતીયોને આકર્ષતું અમેરિકા

અમેરિકા જવું એ મોટાભાગના ભારતીયોનું સપનું રહ્યું છે ત્યારે અમેરિકા માત્ર રહેવા, સ્થાયી થવા અને નોકરી કરવા માટે ભારતીયોમાં પ્રખ્યાત નથી પરંતુ મુલાકાત લેવા માટે પણ ખૂબ જ આકર્ષક છે. તાજેતરના અહેવાલ મુજબ, અમેરિકાની મુલાકાતે આવતા વિદેશીઓમાં ભારતીયો પાંચમા ક્રમે છે. ટ્રાવેલિંગની સાથે સાથે ભારતના લોકો અમેરિકામાં પણ ભરપૂર ખર્ચ કરે છે.

બ્રાન્ડ યુએસએના ચીફ માર્કેટિંગ ઓફિસર સ્ટેસી મેલમેનને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત હવે અમેરિકામાં પર્યટનનો પાંચમો સૌથી મોટો સ્ત્રોત બની ગયો છે. એટલું જ નહીં વર્ષ 2024માં તેમાં 30 ટકાનો વધારો થવાની પણ આશા છે. અમેરિકા આવતા ભારતીય પ્રવાસીઓ મોટાભાગે યુવાન અને સમૃદ્ધ મધ્યમ વર્ગના લોકો છે.

સરેરાશ વધુ ખર્ચ

મૈલમેનનું કહેવું છે કે ભારતીય પ્રવાસીઓ અન્ય આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કરતાં યુએસમાં સરેરાશ વધુ ખર્ચ કરે છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ યુએસમાં પ્રવાસ અને પર્યટન સંબંધિત વસ્તુઓ પર 173.9 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. તેમાં ભારતીયોનો હિસ્સો ઘણો મહત્વનો હતો.

મૈલમેનના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં 17 લાખ ભારતીય પ્રવાસીઓ અમેરિકા આવ્યા હતા અને તેઓએ અન્ય આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કરતાં પણ વધુ ખર્ચ કર્યો હતો. ખર્ચના સંદર્ભમાં, જાન્યુઆરીથી ઓક્ટોબર 2023ના સમયગાળામાં અગાઉના વર્ષની સરખામણીમાં લગભગ 30%નો વધારો થયો છે.

અમેરિકામાં ભારતીય પ્રવાસીઓ વધવાના કારણોમાં વિઝાની સરળતા, બહેતર કનેક્ટિવિટી અને રાંધણ કળા, રમતગમત, સાહસિક પ્રવૃત્તિઓ, પ્રવાસન ઉત્પાદનો વગેરેનો સમાવેશ થાય છે. 2023માં ભારતીયોને 12 લાખ નવા વિઝા આપવામાં આવ્યા હતા. અઢી લાખ નવી ટુરિસ્ટ વિઝા એપોઇન્ટમેન્ટ પણ ખોલવામાં આવી છે. વિઝા પ્રોસેસિંગમાં લાગતો સમય ઘટાડવા માટે પણ ઘણા પગલાં લેવામાં આવ્યા છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related