જ્યોર્જિયા સ્ટેટ સેનેટ ડિસ્ટ્રિક્ટ 48 માટે ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે અશ્વિન રામાસ્વામીએ હાલના સેનેટ શોન સ્ટિલ સામે પોતાનું અભિયાન શરુ કર્યું છે. રામાસ્વામી અગાઉ સાયબર સિક્યુરિટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી એજન્સી(CISA)માં કામ કરતા હતા. અશ્વિન મૂળ જોન્સ ક્રીકના વતની છે,
રામાસ્વામીએ અભિયાનની શરૂઆત કરતા કહ્યું, "આ સમય હવે ચૂંટણીનો બહિષ્કાર કરનારાઓ અને પક્ષપાતી ઉગ્રવાદીઓથી દૂર જવાનો અને આપણા માટે વધુ સારા ભવિષ્યની કલ્પના કરવાનો છે". "હું મારા હોમટાઉન જ્યોર્જિયામાં કામ કરવા અને તેને વધુ બહેતર બનાવવા માટે તૈયાર છું. જ્યાં કામ કરતા પરિવારો આગળ વધી શકે અને ત્યાં રહી શકે, જ્યાં દરેક પરિવાર સલામત સડકો અને સારી અદ્યતન શાળાઓનો લાભ લઇ શકે, અને જ્યાં દરેક જ્યોર્જિયનને જરૂરી આરોગ્યસંભાળ મળે."
તેમના અભિયાનને જ્યોર્જિયા ડેમોક્રેટિક કૉકસ ચેર સેન એલેના પેરેન્ટ, જ્યોર્જિયા ડેમોક્રેટિક વ્હિપ રેપ સેમ પાર્ક અને ભૂતપૂર્વ સેન જેસન કાર્ટર જેવા અગ્રણી ડેમોક્રેટિક નેતાઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, જેમાં ધ નેક્સ્ટ 50, લીડર્સ વી ડિઝર્વ, 314 એક્શન ફંડ, સાઉથ એશિયન્સ ફોર અમેરિકા અને રીઅલ એક્શન ઇન્ક. સહિતના ઘણા સંગઠનોના પણ સમર્થન મળી રહ્યા છે.
જ્યોર્જિયા ડેમોક્રેટિક વ્હિપ રેપ સેમ પાર્ક કહે છે, "હું અશ્વિન રામાસ્વામીને ડિસ્ટ્રિક્ટ 48 ના આગામી રાજ્ય સેનેટર તરીકે સેવા આપવા માટે ઉત્સાહપૂર્વક સમર્થન આપું છું. કારણ કે હું જાણું છું કે, તેઓ પ્રથમ દિવસથી જ નેતૃત્વ કરવા માટે તૈયાર છે.
તેમણે વધુ ઉમેર્યું હતું કે, "ચટ્ટાહોચી હાઈસ્કૂલના સાથી સ્નાતક અશ્વિનની કાયદા અને ટેકનોલોજીમાં ઘણી સારી પકડ છે. જે તેમને ભૂતકાળના નાના વિચારધારાના રાજકીય ઝઘડાઓ પર નહીં પણ ભવિષ્યના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તૈયાર કરે છે. સૌથી અગત્યનું, તેમની પાસે જાહેર સેવક જેવું હૃદય અને તેની સાથે મેળ ખાતી પ્રામાણિકતા છે."
પૂર્વ નેતા સેન જેસન કાર્ટરએ કહ્યું કે, "અમને અશ્વિન રામાસ્વામી જેવા વધુ ચૂંટાયેલા નેતાઓની જરૂર છે. તે જે પણ કર્યો કરે છે તેમાં તેમની જ્યોર્જિયાને વધુ ઉત્તમ અને સુદર્ઢ બનાવવાની ઉર્જા દેખાય છે.આ એક એવો ઉમેદવાર છે જે કઈ રીતે જીત હાંસલ કરવી તે બખૂબી જાણે છે. આપણે નવેમ્બરમાં જીતવાની જરૂર છે"
જો રામાસ્વામી ચૂંટાય તો જ્યોર્જિયા રાજ્યની વિધાનસભામાં પ્રથમ ભારતીય અમેરિકન તેમજ જ્યોર્જિયામાં પ્રથમ GenZ સેનેટર બનશે. કમ્પ્યુટર વિજ્ઞાન અને કાયદો બંનેની પૃષ્ઠભૂમિ સાથે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login