1 એપ્રિલના રોજ દિલ્હીની એક કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આમ આદમી પાર્ટી (આપ) ના નેતાને સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ કાવેરી બવેજા સમક્ષ રજૂ કર્યા હતા.
રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુએ સ્પષ્ટતા કરી હતી કે ફેડરલ એજન્સી દિલ્હીના મુખ્યમંત્રીની વધુ કસ્ટડીની માંગ નથી કરી રહી. તેના બદલે, તેમણે કહ્યું, "અમે ન્યાયિક કસ્ટડી માંગીએ છીએ"
આમ આદમી પાર્ટીના મંત્રીઓ આતિશી, સૌરભ ભારદ્વાજ અને અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ કોર્ટમાં હાજર રહ્યા હતા. તમિલનાડુના ભૂતપૂર્વ મંત્રી સેન્થિલ બાલાજીના કેસનો ઉલ્લેખ કરતા વકીલે જણાવ્યું હતું કે, " સેન્થીલ બાલાજીના કેસમાં તેને 15 દિવસ પછી પણ કસ્ટડી આપવામાં આવી હતી, એટલે આ તબક્કે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે."
એસજી રાજુએ કોર્ટને કહ્યું હતું કે "અમે પછીથી તેમની કસ્ટડી એટલા માટે મેળવવા માંગીયે છીએ કારણકે, તેઓ હમણાં તપાસમાં સહકાર આપી રહ્યા નથી અને છટકવાની કોશિશ કરે છે, તેમજ તપાસને અન્ય દિશામાં ડાયવર્ટ કરી રહ્યા છે." એન્ટી કરપશન એજન્સીએ પણ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, કેજરીવાલે તેમના નિવેદનમાં એવું જણાવ્યું છે કે, "વિજય મને નહીં પણ તેમના મંત્રી આતિશી ને રિપોર્ટ કરતો હતો."
ED એ કોર્ટને કહ્યું હતું કે, તેમને એ પણ ખબર નથી કે કેમ્પ ઓફિસમાં કોણ હતું, તેઓ અમને અલગ અલગ વ્હોટ્સએપ ચેટ બતાવી રહ્યા છે અને સવાલોના યોગ્ય રીતે જવાબ પણ નથી આપી રહ્યા. તેઓ ઇરાદાપૂર્વક અમને તેમના મોબાઈલના પાસવર્ડ નથી આપી રહ્યા."
આ તમામ દલીલો બાદ, ફેડરલ એજન્સીએ કેજરીવાલ માટે 15 દિવસની ન્યાયિક કસ્ટડીની વિનંતી કરી હતી, જેને કોર્ટે મંજૂર કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આગમનને લઈને તિહાર જેલમાં તમામ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હતી, છેલ્લા ચાર દિવસમાં જેલ તંત્ર દ્વારા ઓછામાં ઓછી બે વખત ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં આજરોજ જેલ અધિક્ષક દ્વારા યોજાયેલ બેઠકનો પણ સમાવેશ થાય છે.
આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, "પ્રધાનમંત્રી જે કરી રહ્યા છે તે દેશ માટે સારું નથી".
“प्रधानमंत्री जो कर रहे हैं वो देश के लिए ठीक नहीं है”
— AAP (@AamAadmiParty) April 1, 2024
- CM @ArvindKejriwal pic.twitter.com/atqDTsXQAf
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login