રાજપીપલા,
સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે હરઘર તિરંગા અભિયાન હાલ ચાલી રહ્યું છે અને લોકો તેમાં સહભાગી થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ વિવિધ શહેરો સહિત નાના નાના જિલ્લાઓ અને તાલુકાઓમાં પણ હર્ષભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ સરદાર સરોવર ડેમને પણ અને રીતે શણગારવામાં આવ્યો છે.
15 મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે નર્મદાડેમને લેસર કિરણના રંગીન લાઈટ ડેકોરેશનથી સજાવાયોછે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદારપટેલના સાનિધ્યમાં સરદાર પટેલનું ગૌરવ ગાન મ્યુઝિક સાથે લેસર લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે
ચાલુ વર્ષે પહેલીવાર નર્મદા ડેમના નવ દરવાજા ખોલી પાણી છોડાતા નર્મદા ડેમ ઓવરફલો થયો છે ત્યારે રાત્રીનો નર્મદા ડેમનો લાઈટ ડેકોરેશનનું અદભુત દ્રશ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એક તરફ સરદાર પટેલની પ્રતિમા પર લેરનો લેશર શો ચાલે છે તો બીજી તરફ નર્મદા ડેમના લાઇટિંગ ડેકોરેશન સાથેનું દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login