ADVERTISEMENTs

નવા વર્ષમાં પહેલા દિવસે ગુજરાતની વધુ એક સિદ્ધિ, સૂર્યનમસ્કારમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

નવા વર્ષના પહેલા દિવસે સૂર્યની પહેલી કિરણ સાથે ગુજરાતના લોકોએ બનાવ્યો છે વર્લ્ડ રેકોર્ડ. 1 જાન્યુઆરીએ વહેલી સવારે અનન્ય એવા મોઢેરાના સૂર્ય મંદિર ખાતે સૂર્ય નમસ્કારનો વિક્રમ સર્જ્યો છે.

Modhera Temple / GOOGLE

પહેલા દિવસે ગુજરાતની વધુ એક સિદ્ધિ

નવા વર્ષના પહેલા દિવસે સૂર્યની પહેલી કિરણ સાથે ગુજરાતના લોકોએ બનાવ્યો છે વર્લ્ડ રેકોર્ડ. 1 જાન્યુઆરીએ વહેલી સવારે અનન્ય એવા મોઢેરાના સૂર્ય મંદિર ખાતે સૂર્ય નમસ્કારનો વિક્રમ સર્જ્યો છે. રાજ્યમાં વિવિધ 108 સ્થળો પર આયોજિત કાર્યક્રમમાં એકસાથે 50,000 સ્પર્ધકો દ્વારા સૂર્યનમસ્કાર કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થપાયો.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે આ મોટી સિદ્ધિના સાક્ષી બન્યા હતા. તેમણે મોઢેરા સૂર્ય મંદિરના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તે જ સમયે વડાપ્રધાન મોદીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, "ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિઓ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે. ગુજરાતના લોકોએ 108 સ્થળોએ એક સાથે સૂર્યનમસ્કાર કરવા માટે ગિનીસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. જેમ આપણે બધા જાણીએ છીએ, 108 નંબરનું આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે. સ્થળોમાં પ્રતિષ્ઠિત મોઢેરા સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે, જ્યાં ઘણા લોકોએ હાજરી આપી હતી."

સૂર્યનમસ્કારમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેશના પ્રથમ સોલાર વિલેજ મોઢેરા સહિત રાજ્યમાં વિવિધ 108 સ્થળો પર આયોજિત કાર્યક્રમમાં આજે એકસાથે 50,000 સ્પર્ધકો દ્વારા સૂર્યનમસ્કાર કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થપાયો. મુખ્યમંત્રીએ નવા વર્ષમાં દેશનો સૌ પ્રથમ વિશ્વ રેકોર્ડ ગુજરાતના નામે લખાવવામાં નિમિત્ત બનેલ સૂર્યનમસ્કાર સ્પર્ધકો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, યુવા-સાંસ્કૃતિક વિભાગ સહિત સમગ્ર ગુજરાતને આ ઐતિહાસિક વિક્રમ સ્થાપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નામે વધુ એક નવો રેકૉર્ડ નોંધાવતા ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આજે ગુજરાતે એક સાથે સૌથી વધુ લોકો સૂર્યનમસ્કાર કરવા માટે નવો રેકૉર્ડ બનાવ્યો છે. ગુજરાતના લોકોએ 2023માં એકસાથે સૌથી વધુ સંખ્યામાં યોગ કરવાનો આવો જ રેકૉર્ડ બનાવ્યો હતો અને આજે ફરી ગુજરાતે વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન 108 સ્થળોએ કરવામાં આવ્યું હતું, જ્યાં લાખો લોકોએ એકસાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા.

મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ગિનિસ વર્લ્ડ રેકૉર્ડના ઈન્સ્પેક્ટર સ્વપ્નિલ ડાંગરીકર પણ અહીં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ અહીંયા સૂર્યનમસ્કાર કરતા મોટાભાગના લોકોના રેકૉર્ડની ચકાસણી કરવા આવ્યા હતા. આ એક નવો રેકૉર્ડ છે. આ રેકોર્ડ તોડવાનો પ્રયાસ આ પહેલા કોઈએ કર્યો ન હતો. પુરાવાઓની તપાસ કર્યા બાદ સ્પષ્ટ થાય છે કે આટલી મોટી સંખ્યામાં લોકોએ એકસાથે સૂર્યનમસ્કાર કરીને નવો ગિનીસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related