રિતેશ શાહ ચેરિટેબલ ફાર્મસી (RSPC) તેના વાર્ષિક ગાલા કાર્યક્રમનું આયોજન કરી રહી છે, જે 27 એપ્રિલના રોજ રેડ બેંક, ન્યૂ જર્સી ખાતે યોજાશે.
આ ચેરીટેબલ ફાર્મસીની સ્થાપના રિતેશ શાહે તેમની સ્વર્ગીય બહેન રેના શાહની યાદમાં કરી હતી, જેનું 43 વર્ષની વયે અવસાન થયું હતું. આ ફાર્મસીની સ્થાપના 15 એપ્રિલ, 2022ના રોજ કરવામાં આવી હતી અને તે ન્યૂ જર્સીમાં જે લોકો પાસે વીમો અથવા સારવાર માટે પૈસાની ઉણપ હોય તેવા લોકોને સેવા આપીને તેમની બહેન રેનાની સ્મૃતિને માન આપવા માટે પ્રતિબદ્ધ છે.
સંસ્થા અનુસાર, RSCP સમુદાયમાં આરોગ્યની અસમાનતાને ઘટાડવા માટે દવાઓ, રસીકરણ અને આરોગ્ય સેવાઓની પહોંચ વધારવા માટે સમર્પિત છે. નોંધનીય છે કે, ફાર્મસીએ રાજ્યમાં વીમો અથવા સારવાર માટે પૈસાની ઉણપ ધરાવતા રહેવાસીઓને 4,00,000 યુએસ ડોલરની દવાઓનું વિતરણ કર્યું છે.
આગામી ગાલા ઇવેન્ટનો ઉદ્દેશ જરૂરિયાતમંદ લોકોને આવશ્યક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના RSCP ના મિશન માટે ભંડોળ એકત્ર કરવાની સાથે સહકાર મેળવવાનો છે.
આ કાર્યક્રમમાં પ્રખ્યાત કવિ, લેખક, નિર્દેશક અને નિર્માતા અંકિત ત્રિવેદી અને તેમની ગાયકો અને સંગીતકારોની ટીમ દ્વારા "ગમતીલું ગુજરાત" શીર્ષક હેઠળ ગુજરાતી સંગીત અને સાહિત્યનું પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ RSCP ની યાત્રામાં વધુ એક સીમાચિહ્નરૂપ બનશે.
સત્તાવાર અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, "તમારું સમર્થન આપણા સમુદાય અને રાજ્યમાં આરોગ્યની અસમાનતા ઘટાડવા માટે વધુ સેવાઓ પ્રદાન કરવા માટે ભંડોળ એકત્ર કરશે".
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login