ADVERTISEMENTs

વડોદરાની કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને જીએસએફસી.યુનિવર્સીટી વચ્ચે , તકનીકી અને ઔદ્યોગિક સહકારને પ્રોત્સાહન આપવા માટે એમઓયુ કરવામાં આવ્યુ.

આ પ્રસંગે ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના વી.સી. મનોજ ચૌધરી અને જીએસએફસી યુનિ.ના પ્રોવોસ્ટ પ્રો. જી આર સિન્હા સહિત સંસ્થાના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરાની કેન્દ્રીય દરજ્જો ધરાવતી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય / નિર્મિત

વર્ષ 2015માં શરૂ કરાયેલ જી.એસ.એફ.સી.યુનિવર્સીટી અને કેન્દ્રીય ગતિ શક્તિ વિદ્યાલય વચ્ચે વડોદરાના સર્વાંગી વિકાસ માટે એમ.ઓ.યુ. પર સંસ્થાના  વડાઓએ હસ્તાક્ષર કર્યા હતા.અને એક બીજાને શુભેચ્છા આપી હતી.

બંને સંસ્થાઓ એકમેકના સહયોગ થી  શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ, વેપાર સંગઠનો અને સરકારને સમન્વયિત કરતું ક્લસ્ટર બનાવીને સમગ્ર વડોદરા શહેરમાં સંસ્થાઓ,જ્ઞાન અને નવીનતાના વિકાસ અને વિનિમયની સુવિધા માટેની પ્રવૃત્તિઓ હાથ ધરશે.સમગ્ર વડોદરા શહેરમાં સ્થાનિક વારસો,

પરંપરાઓ, સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક સ્વભાવને ટકાવી રાખવા, જાળવવા અને વધારવા માટે નવીનતમ તકનીકી હસ્તક્ષેપો અને ડિજિટલ તકનીકોનો સમાવેશ કરતા પરિસંવાદો, યોજશે. તેમજ પરસ્પર હિતો, સંશોધન અને શિક્ષણના મુદ્દાઓ, વિચારશીલ નેતૃત્વ માટે કાર્યશાળાઓ યોજશે.ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને પ્રાયોજિત સંશોધનની તકો માટે સંયુક્તરીતે અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને ડોક્ટરલ સ્તરે ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ્સ હાથ ધરશે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related