ADVERTISEMENTs

ભારતીય મૂળના આઠ વર્ષના છોકરાએ ચેસમાં 37 વર્ષના અનુભવી ખેલાડીને હરાવ્યો

અશ્વથ કૌશિક સ્વિટ્ઝર્લેન્ડમાં બર્ગડોર્ફર સ્ટેડથૌસ ઓપન ટૂર્નામેન્ટમાં પોલિશ ચેસ ગ્રાન્ડમાસ્ટર જેસેક સ્ટોપાને હરાવીને ક્લાસિકલ ચેસમાં ગ્રાન્ડમાસ્ટરને હરાવનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

- અશ્વથ કૌશિક ક્લાસિકલ ચેસમાં ગ્રાન્ડમાસ્ટરને હરાવનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે./ / Rafael Rex

અશ્વથ કૌશિક સ્વિટ્ઝર્લેન્ડમાં બર્ગડોર્ફર સ્ટેડથૌસ ઓપન ટૂર્નામેન્ટમાં પોલિશ ચેસ ગ્રાન્ડમાસ્ટર જેસેક સ્ટોપાને હરાવીને ક્લાસિકલ ચેસમાં ગ્રાન્ડમાસ્ટરને હરાવનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે પોલેન્ડના 37 વર્ષના ચેસ ગ્રાન્ડમાસ્ટર જેસેક સ્ટોપાને કારમી હાર આપી છે.

ભારતીય મૂળના અને સિંગાપોરમાં રહેતા આઠ વર્ષનો અશ્વથ કૌશિક ક્લાસિકલ ચેસમાં ગ્રાન્ડમાસ્ટરને હરાવનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. અશ્વથે રવિવારે સ્વિટ્ઝર્લેન્ડમાં બર્ગડોર્ફર સ્ટેડથોસ ઓપન ટૂર્નામેન્ટમાં 37 વર્ષીય ચેસ ગ્રાન્ડમાસ્ટર પોલેન્ડના જેસેક સ્ટોપા સામે કારમી હાર આપી હતી.

તમને જણાવી દઈએ કે પહેલાનો રેકોર્ડ થોડા અઠવાડિયા પહેલા બન્યો હતો. સર્બિયાના લિયોનીદ ઇવાનોવિકે બેલગ્રેડ ઓપનમાં બુલ્ગારિયાના 60 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર મિલ્કો પોપચેવને હરાવ્યો હતો. જોકે ઇવાનોવિચ અશ્વથ કરતાં થોડા મહિના મોટા છે.

અશ્વથ કહે છે કે મને મારી રમત અને મેં જે રીતે પ્રદર્શન કર્યું તેના પર ગર્વ છે, ખાસ કરીને જ્યારે હું એક સમયે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં હતો પરંતુ ત્યાંથી ઉપર આવવામાં સફળ રહ્યો. અશ્વથના પિતા શ્રીરામ કૌશિકે કહ્યું કે સ્ટોપા પર તેમના પુત્રનો વિજય તેમના જીવનની સૌથી ગર્વની ક્ષણોમાંની એક હતી.

FIDE વર્લ્ડ રેન્કિંગમાં વિશ્વમાં 37,338 નંબર પર રહેલા અશ્વથ 2017માં સિંગાપોર ગયા હતા. સિંગાપોર ગ્રાન્ડમાસ્ટર અને સિંગાપોર ચેસ ફેડરેશનના સીઈઓ કેવિન ગોહે અશ્વથની સિદ્ધિની પ્રશંસા કરી અને કહ્યું કે તેના પિતાએ તેના પુત્રને રમતમાં ઘણો સપોર્ટ કર્યો.

ગોહના મતે અશ્વથ એક સમર્પિત ખેલાડી છે. તેની પાસે ચોક્કસપણે કુદરતી પ્રતિભા છે. તે કેટલું આગળ વધી શકે છે તે જોવું રહ્યું. તે કહે છે કે છોકરાની રુચિઓ જેમ જેમ તે મોટો થાય છે તેમ તેમ બદલાઈ શકે છે. પરંતુ અમે અશ્વથના સારા ભવિષ્ય વિશે આશાવાદી છીએ. ગોહના જણાવ્યા અનુસાર, અશ્વથનું આગામી ધ્યેય તેનું રેટિંગ સુધારવાનું અને ચેસમાં કેન્ડીડેટ માસ્ટરનું બિરુદ મેળવવાનું છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related