ટેક્સાસના સુગર લેન્ડમાં શ્રી અષ્ટલક્ષ્મી મંદિર અને તેની પિતૃ સંસ્થાને એક પિતા દ્વારા મુકદ્દમામાં આરોપી તરીકે દર્શવવામાં આવ્યા છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ઓગસ્ટ 2023 માં મંદિર પરિસરમાં ધાર્મિક સમારોહ દરમિયાન તેમના પુત્રને ગરમ સળિયાથી ડામ આપવામાં આવ્યો હતો. વિજય ચેરુવુએ આરોપ લગાવ્યો છે કે, તેમના પુત્રને બંને ખભા થી લટકાવવામાં આવ્યો હતો અને ડામ આપવાના પરિણામે "ભારે પીડા અને કાયમી વિકૃતિ" સહન કરવી પડી હતી. ફોર્ટ બેન્ડ કાઉન્ટી કોર્ટમાં દાખલ કરવામાં આવેલા મુકદ્દમામાં 1 મિલિયન યુએસ ડોલરના વળતરની માંગ કરવામાં આવી છે.
કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે છોકરો, T.C તરીકે ઓળખાય છે. તે ઘણા નાના બાળકોમાંથી એક હતો. જેને ગરમ લોખંડના સળિયાથી નિશાન બનાવવામાં આવ્યા હતા. મુકદ્દમામાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, પ્રતિવાદીઓએ સલામતી માટે સ્થળ પર કોઈપણ પ્રકારની મેડિકલ ટીમને ઉપસ્થિત રાખી નહોતી અને ડામથી થતી પીડાને નિયંત્રિત કરવા માટે કોઈ દવા આપવામાં આવી ન હતી. વધુમાં જણાવ્યું હતું કે T.C. અનુભવ દરમિયાન જાગૃત હતો અને ડામ ના પરિણામે ચેપ લાગ્યો હતો.
ચેરુવુએ T.C. ની કસ્ટડી તેની પૂર્વ પત્ની સાથે શેર કરી છે. ફોક્સ26ના અહેવાલ અનુસાર, ઘટના ના દિવસે બાળક તેની પત્ની સાથે મંદિરમાં ગયો હતો. મંદિરના પ્રતિનિધિએ આઉટલેટને જણાવ્યું હતું કે ડામ આપવો એક "ધાર્મિક વિધિ" નો ભાગ છે. ચેરુવુના એટર્ની બ્રેન્ટ સ્ટોગનરે જણાવ્યું હતું કે ટેક્સાસનો વૈધાનિક અને સામાન્ય કાયદો બાળકને બાળવા અથવા ડાઘ પાડવાની મંજૂરી આપતો નથી, અને બાળક અથવા માતા આવી પ્રવૃત્તિઓ માટે સંમતિ આપી શકતા નથી.
વધુમાં, ચેરુવુ ના જણાવ્યા અનુસાર ડામ આપવો એ કોઈ ધાર્મિક વિધિનો ભાગ નથી, કારણ કે ન તો તેને અને ન તો તેના મિત્રો અને પરિવારને ક્યારેય આ વિધિ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ વિધિ કોઈ ચોક્કસ ધાર્મિક ગુરુ પ્રત્યે વફાદારી દર્શાવવા માટે કરવામાં આવી હતી, કોઈ દેવતા પ્રત્યે નહીં.
આ મુદ્દે સ્ટોન્ગરે કહ્યું હતું કે, "આ એક પ્રવાસી ગુરુ છે, અને તે કદાચ આ વિધિ કરવા માટે જ વિવિધ મંદિરોમાં જાય છે"
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login