ગુજરાતમાં હવે ક્ષત્રિય સમાજના આંદોલનનો મુદ્દો વધુ ગરમાવો પકડી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાએ ફોર્મ ભરી દીધા બાદ હવે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા પાર્ટ 2ની જાહેરાત કરાઈ છે. જોકે ભાજપ આ અંદોલનને સમાપ્ત કરવાના તમામ પ્રયત્નો કરી રહ્યું છે. અગાઉ રાજ્યના મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ અને ગૃહરાજ્ય મંત્રી સાથે ક્ષત્રિય સમાજની બેઠક પણ ક્યાંક નિષ્ફળ નીવડી હતી. કોઈ નિર્ણય આવ્યો ન હતો.
રૂપાલાએ રાજકોટ બેઠકથી ઉમેદવારી પત્ર ભરી દેતા ફરી એકવાર આ મુદ્દે ગરમાવો આવ્યો છે અને ક્ષત્રિયો વધુ ઉગ્ર થઈને લડી લેવાના મૂડમાં છે. ગુજરાતના આલા નેતાઓ તેમજ ગુજરાત ભાજપના જ ક્ષત્રિય સમાજના નેતાઓ પણ આ આંદોલન ને ઠારવામાં ક્યાંક નિષ્ફ્ળ રહ્યા હોય તેવો ઘાટ છે. ક્ષત્રિયો કોઈ કાળે નમતું જોખવા તૈયાર નથી. તેમની માંગ એક જ છે કે રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાય. ભાજપ સામે તેમને કોઈ વાંધો નથી. નામાંકન ભરવા સમયે યોજાયેલ જાહેરસભામાં પણ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી.
હવે આ આંદોલન સમાપ્ત કરવાના મુદ્દે ગુજરાત ભાજપના નેતાઓ નિષ્ફ્ળ થયા હોય તેવું લાગી રહયું છે ત્યારે ગાંધીનગર બેઠકથી પોતાનું નામાંકન ભરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પહોંચ્યા છે. આધારભૂત સૂત્રોનાજણાવ્યા મુજબ ગુજરાત પહોંચતા જ અમિત શાહના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં અન્ય બાબતોની સાથે સાથે ક્ષત્રિય આંદોલન પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
હવે મોર્ડન રાજનીતિના ચાણક્ય ગણાતા અમિત શાહ આંદોલનને ઠારવા કોઈ રણનીતિ બનાવે છે, કે પછી ગુજરાત ભાજપના નેતાઓ પર જ તેનો નિર્ણય છોડી દે છે. તે ગામી બે દિવસમાં ખબર પડી જશે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login