અમેરિકાના અલાબામા રાજ્યમાં કેનેથ સ્મિથ નામના માણસને નાઈટ્રોજન ગેસ દ્વારા મોતની સજા ફટકારવામાં આવી. આ સજાથી બચવા માટે સ્મિથે ગુરુવારે મોડી રાત્રે યુએસ સુપ્રીમ કોર્ટમાં છેલ્લી ઘડીએ અપીલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. આ પછી અમેરિકામાં નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડનો આ પહેલો કેસ છે.
અમેરિકન મીડિયા હાઉસ સીએનએન અનુસાર, સ્મિથને 1988માં થયેલી હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. એક પાદરીએ સ્મિથને તેની પત્નીને મારી નાખવાની ફરજ પાડી હતી. 2022માં સ્મિથને ઝેરી ઈન્જેક્શન આપીને મૃત્યદંડની સજા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે બચી ગયો.
જે લોકો નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડને સમર્થન આપે છે તેઓ કહે છે કે તે પીડા પહોંચાડ્યા વિના મારી નાખે છે. જ્યારે યુએન અને અન્ય નિષ્ણાતો માને છે કે નાઈટ્રોજન ગેસના કારણે માનવી યાતનામાં મૃત્યુ પામે છે.
અલાબામા જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્મિથને પહેલાં એક ચેમ્બરમાં લઈ જવામાં આવ્યો અને તેને સ્ટ્રેચર પર બાંધવામાં આવ્યો. તેના મોં પર ઈન્કડસ્ટ્રીયલ માસ્ક પહેરવામાં આવ્યો હતો, અને તેમાં નાઇટ્રોજન ગેસ છોડવામાં આવ્યો હતો.
શ્વાસ લેતાં જ આ ગેસ આખા શરીરમાં ફેલાઈ ગયો અને શરીરના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું. આના પરિણામે સ્મિથનું મૃત્યુ થયું.
માસ્ક પહેરતી વખતે નાઇટ્રોજન ગેસ શ્વાસમાં લેવાથી પણ ઉલ્ટી થઈ શકે છે, જે મૃત્યુદંડની પ્રક્રિયામાં અવરોધ લાવી શકે છે. સ્મિથના વકીલે પણ આ દલીલ કરી હતી. આનાથી બચવા માટે જેલ સત્તાવાળાઓએ સ્મિથને સવારે દસ પછી કંઈપણ ખાવા દીધું ન હતું.
નાઈટ્રોજન ગેસ શ્વાસમાં લઈને મૃત્યુદંડની સજા આપવી એ પ્લાસ્ટિકથી મોં ઢાંકીને કોઈની હત્યા કરવા જેવું છે. ફરક માત્ર એટલો છે કે નાઈટ્રોજનને બદલે કાર્બન ડાયોક્સાઈડના કારણે મૃત્યુ થાય છે.
58 વર્ષના સ્મિથે માર્ચ 18, 1988 ના રોજ એલિઝાબેથ સેનેટ નામની મહિલાની હત્યા કરી હતી. હત્યાના બે દોષિત બે પુરૂષોમાંનો એક હતો. એલિઝાબેથના પતિ ચાર્લ્સ સેનેટ સિનિયર ચર્ચના પાદરી હતા. તે એલિઝાબેથના મૃત્યુ પછી વીમાના પૈસા પડાવી લેવા માંગતો હતો.
પાદરી ચાર્લ્સે તેની પત્નીની હત્યા માટે સ્મિથ અને જોન ફોરેસ્ટ પાર્કરને 1000 ડોલર ચૂકવ્યા. દોષી સાબિત થયા પછી પાર્કરને 2010 માં ઝેરી ઈન્જેક્શન દ્વારા મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.
સ્મિથે દાવો કર્યો હતો કે જ્યાં હત્યા થઈ હતી તે જગ્યાએ તે હાજર હતો પરંતુ હત્યામાં તેની કોઈ સંડોવણી નથી. જોકે, 1996માં તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
અમેરિકામાં 1980ના દાયકાથી ઝેરી ઈન્જેક્શન આપીને મૃત્યુદંડ આપવામાં આવે છે. જેના કારણે હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. જો કે, ઘણા રાજ્યોમાં આ પદ્ધતિમાં સમસ્યા જોવા મળી રહી છે. જે લોકો ગુનેગારોને ઈન્જેક્શન આપે છે તેમની નસ પણ મળતી નથી. સ્મિથના કિસ્સામાં પણ એવું જ થયું.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login