લ્યુઇસિયાનાના રિપબ્લિકન સેનેટર બિલ કેસિડીએ ભારપૂર્વક કહ્યું છે કે, શા માટે ભારતીય ઝીંગા ને અમેરિકામાં ન લાવવા જોઈએ. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભારતીય ઝીંગા અનેક પ્રકારની એન્ટિબાયોટિક દવાઓના ઉપયોગ થી અને બળજબરી પૂર્વક મજૂરી કરાવીને ઉત્પાદિત કરવામાં આવે છે.
સેનેટરએ કહ્યું, "ભારતમાં ચોઇસ કેનિંગ કંપનીની ઝીંગા પ્રોસેસિંગ ફેક્ટરીમાં નિયમોનું ઉલ્લંઘન થતો હોવાનો આજનો અહેવાલ સ્પષ્ટ કરે છે કે, શા માટે ભારતીય ઝીંગા લ્યુઇસિયાના ઝીંગાની સરખામણીમાં નથી આવતા", સેનેટરએ ઉમેર્યું હતું કે, "ભારતીય ઝીંગા બળજબરીથી શ્રમ પર આધાર રાખે છે અને ગેરકાયદેસર એન્ટિબાયોટિક્સથી ભરપૂર હોય છે. USTR એ અમેરિકન ગ્રાહકોને નુકસાન ન પહોંચે તે માટે કાર્યવાહી કરવાની જરૂર છે ".
આંધ્રપ્રદેશમાં ચોઇસ કેનિંગ પ્લાન્ટમાં ચાલી રહેલા વ્હિસલબ્લોઅર્સ રિપોર્ટ અને ભારતમાં અન્ય ઝીંગા પ્રોસેસિંગ પ્લાન્ટમાં શું થાય છે. તેના સામાન્ય અવલોકનોને આધારે સેનેટર કેસિડી દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી. લ્યુઇસિયાના રિપબ્લિકન પાર્ટીએ 2023માં તેમના રાજ્યમાં ઉત્પાદિત થતાં ઝીંગા સામે ભારત માંથી USના બજારોમાં ઠાલવવામાં આવતા સસ્તા ઝીંગા સામે રક્ષણ માટે બે બિલ રજુ કર્યા હતાં.
એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે, ચોઇસ કેનિંગ સહિત અન્ય ત્રણ કંપનીઓએ 2023 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં લગભગ 12 ટકા ભારતીય ઝીંગા મોકલ્યા હતા અને તે મુખ્ય અમેરિકન અને યુરોપિયન રિટેલર્સમાં તેમજ વિશ્વભરના કેટલાક અમેરિકન લશ્કરી મથકોને પણ વેચવામાં આવ્યા હતા. ભારતના જળચરઉછેર ઉદ્યોગ અમેરિકામાં વપરાતા કુલ ઝીંગાઓનો લગભગ 40 ટકા પુરવઠો પૂરો પાડે છે.
આંધ્રપ્રદેશના અમલાપુરમમાં પોતાની નોકરી છોડીને અમેરિકા પરત ફરેલ જોશુઆ ફરીનેલા દ્વારા કેટલીક એજન્સીઓમાં ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે, ઉત્પાદન માં ઘણા ખાદ્ય અને સલામતીના નિયમોનું સરેઆમ જાણીજોઈને ઉલ્લંઘન કરવામાં આવે છે. ત્યારબાદ ભારતથી નિકાસ કરાયેલા ઝીંગાઓ ના પરીક્ષણમાં એન્ટિબાયોટિક્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વાતને ચોઈસ કેનિંગ કંપનીએ નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, તેમણે ક્યારેય એન્ટિબાયોટિક્સ યુક્ત ઝીંગા અમેરિકા મોકલ્યા નથી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login