ADVERTISEMENTs

દુનિયામાં સૌથી શક્તિશાળી સેના અમેરિકા પાસે : ભારત ચોથા ક્રમે

ગ્લોબલ ફાયર પાવર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ડેટા પ્રમાણે અમેરિકા પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે. અમેરિકી સેના શસ્ત્રો, ટેકનિક અને શસ્ત્ર સરંજામની દ્રષ્ટિએ અન્ય તમામ દેશોથી ઘણું આગળ છે.

India 4th Ranked / Google

ભારત ચોથા ક્રમે

ગ્લોબલ ફાયર પાવર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ડેટા પ્રમાણે અમેરિકા પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે. અમેરિકી સેના શસ્ત્રો, ટેકનિક અને શસ્ત્ર સરંજામની દ્રષ્ટિએ અન્ય તમામ દેશોથી ઘણું આગળ છે. દ્વિતીય વિશ્વ યુદ્ધના સમયથી તે સૌથી શક્તિશાળી દેશ બની રહ્યો છે. દુનિયામાં દબદબો તેનો રહે છે કે જેની પાસે દુનિયામાં સૌથી સબળ સેના હોય છે. ગ્લોબલ ફાયર પાવર દ્વારા પ્રસિદ્ધ કરાયેલાં લિસ્ટ પ્રમાણે દુનિયામાં બીજી સૌથી શક્તિશાળી સેના રશિયા પાસે છે. યુક્રેન સાથે તે યુદ્ધ લડતું હોવા છતાં તેની યુદ્ધ શક્તિ હજી અક્ષુણ્ણ રહી છે. અમેરિકા સહિત લગભગ તમામ પશ્ચિમી દેશો યુક્રેનને શસ્ત્રો અને પૈસા આપે છે. પરંતુ આટલી મદદ છતાંએ યુક્રેન રશિયાને પરાસ્ત કરી શકતું નથી.

ચીન ૨૪ લાખની સેના સાથે ત્રીજા ક્રમે

આ યાદીમાં ચીન ૨૪ લાખની સેના સાથે ત્રીજા ક્રમે છે. જયારે ભારત ૧૧ લાખ ૫૫ હજાર જેટલા જવાનો સાથે ચોથા ક્રમે રહેલું છે. ચીન તથા ભારત બંને પોતાની સેનાઓનું ઝડપભેર આધુનિકીકરણ કરી રહ્યાં છે.

ભારત પાસે રીઝર્વ ફોર્સ પણ છે. તેનાં પેરા મિલિટરી ફોર્સમાં ૨૫ લાખથી વધુ સૈનિકો છે. તે ઉપરાંત તેની પાસે ટેન્ક યુદ્ધ વિમાનો, હેલિકોપ્ટર્સ અને મિસાઇલ્સ પણ છે.
આ લિસ્ટમાં દ. કોરિયા ૫, બ્રિટન ૬, જાપાન ૭, તુર્કી ૮મા ક્રમે છે. પાકિસ્તાન ૯મા ક્રમે અને ઈટાલી ૧૦માં ક્રમે છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related