અમેરિકાથી ભારતની મુસાફરી હવે વધુ સરળ બનવા જઈ રહી છે. એર ઈન્ડિયા હવે સિએટલ, લોસ એન્જલસ અને ડલાસ જેવા અમેરિકન શહેરોથી ભારત માટે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના હવાલાથી સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે.
અહેવાલો અનુસાર, ટાટા જૂથની માલિકીની એર ઈન્ડિયા તેના કાફલામાં A-350 અને B-777 વિમાનોની સંખ્યા વધારી રહી છે. આ સિવાય વિસ્તારા એરલાઈન્સના મર્જર પર પણ વાતચીત ચાલી રહી છે. આવી સ્થિતિમાં એર ઈન્ડિયાએ અમેરિકામાં તેની હાજરી વધારવા અને વધુ લાંબા અંતરની ફ્લાઈટ્સ શરૂ કરવાની યોજના બનાવી છે. જો કે એર ઈન્ડિયાના પ્રવક્તાએ આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.
હાલમાં, એર ઈન્ડિયા એ એકમાત્ર ભારતીય એરલાઈન છે જે યુ.એસ.માં વોશિંગ્ટન, ન્યૂયોર્ક, નેવાર્ક, સાન ફ્રાન્સિસ્કો અને શિકાગો માટે ફ્લાઈટ ચલાવે છે. સૂત્રોને ટાંકીને એવો દાવો કરવામાં આવ્યો છે કે એર ઈન્ડિયા આ વર્ષે સિએટલ, લોસ એન્જલસ અને ડલાસ માટે ફ્લાઈટ્સ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
એર ઈન્ડિયા તેના A-350 એરક્રાફ્ટને સિએટલની ફ્લાઈટ્સ માટે તૈનાત કરી શકે છે જ્યારે B-777 એરક્રાફ્ટ લોસ એન્જલસ અને ડલ્લાસની ફ્લાઈટ્સ માટે તૈનાત થઈ શકે છે. આ લાંબા અંતરની ફ્લાઇટ હશે. મતલબ કે તેમની અવધિ 16 કલાકથી વધુ હશે.
અમેરિકા સિવાય એર ઈન્ડિયા લંડનના હીથ્રો એરપોર્ટથી દિલ્હી અને મુંબઈ માટે B777 એરક્રાફ્ટથી ફ્લાઈટ ચલાવવાનું વિચારી રહી છે. આ માટે તે તેના કાફલામાં આવા વધુ બે એરક્રાફ્ટ ઉમેરવા જઈ રહી છે. હાલમાં, એર ઈન્ડિયાની દિલ્હી, મુંબઈથી લંડનની ફ્લાઈટ્સ B787 એરક્રાફ્ટ દ્વારા સંચાલિત થાય છે. એર ઈન્ડિયાએ ગયા વર્ષે એરબસ અને બોઈંગ પાસેથી 470 એરક્રાફ્ટ ખરીદવાનો સોદો કર્યો હતો.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login