એર ઇન્ડિયા જૂથ, જે હવે ટાટા અને સિંગાપોર એરલાઇન્સની માલિકીની કંપની છે, તેણે સલામતી અને ઇંધણની ઇનસાઇટ્સ પ્રદાન કરતી વખતે ફ્લાઇટ કામગીરીને શ્રેષ્ઠ બનાવવા માટે સોફ્ટવેર સોલ્યુશન્સના ગ્રુપ માટે યુએસ સ્થિત જેટ એન્જિનના અગ્રણી જીઇ એરોસ્પેસને સાથે હાથ મિલાવ્યો છે.
આ એર ઇન્ડિયાને તેના એમ્બેડેડ એનિમેશન મોડ્યુલ સાથે જીઇની ફ્લેગશિપ ફ્લાઇટપલ્સ પાયલોટ એપ્લિકેશન ને અપનાવનાર ભારતની પ્રથમ કંપની છે, જે તેના ફ્લાઇટ ક્રૂના 5000 થી વધુ સભ્યોને વ્યક્તિગત ફ્લાઇટ ડેટામાંથી ઇનસાઇટ્સ પ્રદાન કરશે, જેનાથી તેમને માહિતીસભર ઓપરેશનલ નિર્ણયો લેવામાં મદદ મળશે.
પ્રી-ફ્લાઇટ મોડ્યુલ વધુ માહિતી આપવાની સાથે ઇંધણના નિર્ણયો અને તેના ડિપાર્ચર બ્રીફિંગ માટે સમગ્ર ઓપરેશનમાંથી એકંદર ડેટા પ્રદાન કરે છે, જ્યારે પોસ્ટ-ફ્લાઇટ મોડ્યુલ પાયલોટના વ્યક્તિગત ફ્લાઇટ હિસ્ટ્રીમાંથી ડેટાની સુરક્ષિત ઍક્સેસ પ્રદાન કરે છે, જેથી તેઓ તેમના અનુસંધાને વિમાનના પોતાના સંચાલનનું વિશ્લેષણ કરી શકે છે.
પાયલોટ તેમની સમગ્ર કામગીરી માટે ફ્લાઇટ હિસ્ટ્રીના ડેટાના આધારે આંકડાઓ અને સામાન્ય સલામતી ઘટનાઓનું વિશ્લેષણ કરી શકે છે, જેથી તેમને આગામી ફ્લાઇટ માટે શ્રેષ્ઠ સલામતી અને ફ્યુઅલ બાબતના નિર્ણયો લેવામાં મદદ મળી શકે. ફ્લાઇટપલ્સ દ્વારા જે રૂટ સિલેક્ટ કરવામાં આવ્યો હોય તેમાં આવતા વિચલનોને દર્શવાશે. જેથી પાયલોટ સમજી શકે કે વિમાનમાં ચોક્કસ કાર્યક્ષમતામાં ક્યાં ચૂક થઇ હતી, અથવા ભવિષ્યમાં ફ્લાઇટ લાક્ષણિકતાઓમાં સુધારો કરવા માટે સલામતીના જોખમો ક્યાં કઈ કઈ જગ્યા છે.
અન્ય સોફ્ટવેર પ્રોડક્ટ, સેફ્ટી ઇનસાઇટ, સલામતીના પગલાં વધારવા અને તેના કાફલામાં શ્રેષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા માટે અદ્યતન વિશ્લેષણ અને વાસ્તવિક સમયના ડેટા મોનિટરિંગ કરે છે.
ત્રીજું સાધન, ફ્યુઅલ ઇનસાઇટ એ એન્ટરપ્રાઇઝને વ્યાપક ઇંધણ કાર્યક્ષમતા ઉકેલો પૂરા પાડે છે, જે યાત્રા દરમ્યાન ગ્રુપને વધુ કાર્યક્ષમ ઇંધણ વ્યવસ્થાપન માટે અને મુસાફરીને શ્રેષ્ઠ બનાવવા માટે સક્ષમ બનાવે છે.
તેઓ સાથે મળીને એર ઇન્ડિયાની સલામત ઉડાન, તાલીમ અને સ્થિરતાની પહેલને આગળ વધારવામાં મદદ કરશે.
એર ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને ચીફ ઓપરેશન્સ ઓફિસર ક્લાઉસ ગોર્શે કહ્યું, "એર ઇન્ડિયા ગ્રુપ એરલાઇન્સ જીઇ એરોસ્પેસ સાથે સહયોગ કરવા અને તેમના નવીન ઉકેલોને અમારી કામગીરીમાં એકીકૃત કરવા માટે ખુબજ ઉત્સાહી છે." અમને ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે. કારણ કે અમે એર ઇન્ડિયાના ભવિષ્યને આકાર આપવા અને શ્રેષ્ઠતા અને કાર્યક્ષમતા માટે નવા ધોરણો નક્કી કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ".
જીઇ એરોસ્પેસ, સોફ્ટવેરના જનરલ મેનેજર એન્ડ્રુ કોલમેને કહ્યું, "અમે ઉડ્ડયન ઉદ્યોગમાં સાચા પથપ્રદર્શક એર ઇન્ડિયા સાથે આ સફર શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ." આ ભાગીદારી નવીનતા, સલામતી અને કાર્યકારી ઉત્કૃષ્ટતા માટે પાર્ટનરશીપ દર્શાવે છે"
સોફ્ટવેર માટે જીઇ એરોસ્પેસ સુધી પહોંચવું એ એર ઇન્ડિયાની Vihaan.AI પહેલનો એક ભાગ છે, જે ભારતીય હૃદય સાથે વિશ્વ કક્ષાની એરલાઇન બનવા માટે પાંચ વર્ષનો પરિવર્તન રોડમેપ છે. આ પરિવર્તનનો પ્રથમ તબક્કો, ટેક્સી તબક્કો તાજેતરમાં પૂર્ણ થયો હતો, અને મૂળભૂત બાબતોને ઠીક કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આમાં ઘણા લાંબા સમયથી કાર્યરત વિમાનોને સેવામાં પાછા લાવવા, ઉડ્ડયન અને ગ્રાઉન્ડ કાર્યોમાં પ્રતિભાનો ઉમેરો, ટેકનોલોજીનું ઝડપી અપગ્રેડેશન અને ગ્રાહક સંભાળ પહેલને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે.
બેંગ્લોરમાં MRO સુવિધા
ગયા મહિને એર ઇન્ડિયાએ જાહેરાત કરી હતી કે, તે માળખાકીય તપાસ સહિત તમામ તપાસ માટે વાઈડ-બોડી અને નેરો-બોડી હેંગર્સના વિકાસ દ્વારા એરફ્રેમ જાળવણીથી શરૂ કરીને બેંગ્લોર આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર જાળવણી, સમારકામ અને ઓવરહોલ (એમઆરઓ) સુવિધાઓ સ્થાપિત કરવા માટે તૈયાર છે. ભારતમાં વ્યાપક એમઆરઓ ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ કરવા માટે આની યોજના બનાવવામાં આવી હતી અને રાજ્યમાં 1200 થી વધુ ઉચ્ચ કુશળ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.
એમઆરઓ કર્ણાટક રાજ્યના એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) સાથે મળીને એર ઇન્ડિયા દ્વારા 2300 કરોડ રૂપિયાના રોકાણ કર્યા હતા.
એક વર્ષ પહેલાં જ એર ઇન્ડિયાએ તેના બોઇંગ 787 અને બોઇંગ 777X વિમાનોમાં 40 GEnx-1B અને 20 GE9X એન્જિન બદલવા માટે GE એરોસ્પેસ સાથે ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા.
એર ઇન્ડિયાએ 800થી વધુ CFM-LEAP એન્જિન, 210 એરબસ A320/A321neo એરક્રાફ્ટ અને 190 બોઇંગ 737 MAX-ફેમિલી એરક્રાફ્ટ માટે મોટા ઓર્ડરની પણ જાહેરાત કરી છે. CFM, GE અને ફ્રાન્સ સ્થિત સેફ્રાન એરક્રાફ્ટ એન્જિન્સ વચ્ચેનું 50-50ની સંયુક્ત ભાગીદારી છે.
રસપ્રદ વાત એ છે કે, બેંગ્લોરમાં GEના ઇન્ડિયા R&D બેઝ, John F. Welch Technology Centre (JFWTC) ખાતેના ભારતીય ઇજનેરોએ વિશ્લેષણ અને પરીક્ષણ માન્યતા સપોર્ટ પ્રદાન કરીને GE9X, GEnx, અને CFM LEAP એન્જિનના તકનીકી વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ કેન્દ્રમાં લગભગ એક હજાર ઇજનેરો છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login