અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ (AICFF)ની 5મી આવૃત્તિ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 8,9 અને 10 ડિસેમ્બર 2023ના રોજ યોજાઈ હતી. અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનો મૂળ હેતુ વિશ્વભરના બાળકો અને યુવાનોની પ્રતિભા, સર્જનાત્મકતા અને સંસ્કૃતિને સશક્ત બનાવવાનો છે. AICFF દરેક યુવાનોને તેમની વાર્તા કહેવા માટે એક મંચ પૂરું પાડે છે. AICFFએ એવું પ્લેટફોર્મ છે, જ્યાં વિશ્વભરમાંથી બાળકો અને યુવાનોને સંબંધિત કન્ટેન્ટને રજુ કરવામાં છે. આ વર્ષે ફેસ્ટિવલમાં ઈરાન, ઈટલી, ભારત, તુર્કી, ચીન, ક્રોએશિયા, યુનાઈટેડ સ્ટેટ્સ, રશિયન ફેડરેશન, યુનાઈટેડ કિંગડમ, યુક્રેન, તાઈવાન, સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપોર, નોર્વે, નેપાળ, જાપાન, આયર્લેન્ડ, જર્મની, ચેક રિપબ્લિક, કેનેડા, કોલંબિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સહિત 24 દેશોમાંથી 90 થી વધુ ફિલ્મો પ્રાપ્ત થઈ. ફેસ્ટિવલની શરૂઆત પર્શિયન ભાષાની ફિલ્મ 'બાલિટ' થી કરવામાં આવી હતી અને આ ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ અભિનેતા પવન મલ્હોત્રા ફેસ્ટિવલના મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા, તેમજ જાપાની ફિલ્મ નિર્દેશક ફૂમી નિશિકાવા ત્રણ દિવસના ફેસ્ટિવલ માટે જાપાનથી આવ્યા હતા.
ફેસ્ટિવલનું સમાપન ગુજરાતી ભાષાની ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ સાથે થયું હતું. સ્ક્રિનિંગ દરમિયાન ફિલ્મની આખી ટીમ હાજર હતી અને દર્શકોએ ફિલ્મને જબરજસ્ત પ્રતિસાદ આપ્યો હતો. સમાપન સમારોહ અને એવોર્ડ નાઈટમાં માસ્ટર મંજુનાથ (માલગુડી ડેઝ) એ હાજરી આપી હતી, આ ઉપરાંત શિલાદિત્ય બોરા, અભિષેક જૈન, અજિતપાલ સિંહ અને વિશેષ અગ્રવાલ પણ સમાપન સમારોહમાં હાજર રહ્યા હતા. આ સાથે ફેસ્ટિવલમાં ભાગ લેનારી ફિલ્મોમાંથી બેસ્ટ ટેલેન્ટને સન્માનિત કરવા એવોર્ડની રજુઆત પણ કરવામાં આવી હતી.
આ ત્રણ દિવસો દરમિયાન અમે વિશ્વભરના વિવિધ દેશોમાંથી 27 ફિલ્મો પ્રદર્શિત કરી હતી અને 7,000 થી વધુ લોકોએ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login